News Portal...

Breaking News :

કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમને સાતમી વાર બજેટ રજૂ કર્યું.બજેટમાં યુવા,ખેડૂત,મહિલાઓ અને ગરીબોને લગતી મહત્વની જાહેરાત

2024-07-23 19:37:44
કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમને સાતમી વાર બજેટ રજૂ કર્યું.બજેટમાં યુવા,ખેડૂત,મહિલાઓ અને ગરીબોને લગતી મહત્વની જાહેરાત


આજે જાહેર થયેલ બજેટમાં મહિલાઓ,ખેડૂતો,યુવાનો અને ગરીબો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે કેન્દ્ર સરકારમાં ત્રીજા કાર્યકલનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. જેમાં મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે ગરીબો મહિલાઓ ખેડૂતો અને યુવાનો ઉપર ધ્યાન આપીને કેટલીક અગત્યની જાહેરાતો કરે છે.


કેન્દ્રીય નાણાં મંત્રીએ આવકવેરા સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. બેકમાં ૫૦,હજાર રૂપિયાના ડિડક્શન લિમિટની સામે ૭૫ હજાર રૂપિયા કરવામાં આવી છે. તો બીજી તરફ ત્રણ લાખની આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગુ પડશે નહીં.જ્યારે ત્રણથી સાત લાખની આવક ઉપર પાંચ ટકા ટેક્સ ચૂકવવો પડશે એ જ પ્રમાણે સાતથી દસ લાખ રૂપિયાની આવક સામે 10% ના દરે ઇન્કમટેક્સ વસૂલવામાં આવશે. 10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15% ના દરે ટેક્સ વસુલાસે અને 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા ટેક્સ ભરવો પડશે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે 15 લાખથી વધુની કરપાત્ર આવક ઉપર 30% ના દરે ટેક્સ વસૂલવાની વાત પણ બજેટમાં સામેલ કરી છે . થયેલ બજેટમાં રોજગારીની તકો માટે પાંચ વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે સરકારે રોજગાર માટે બે લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. આ વખતના બજેટમાં સરકારનું ધ્યાન ગરીબો મહિલાઓ ખેડૂતો અને યુવાનો પર છે અને તેના માટે રોજગાર સર્જનની તકો પણ ઊભી કરવામાં આવી છે. સરકાર આગામી પાંચ વર્ષ માટે દેશની પાંચસો કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઈંટર્નશિપની તક પણ આપશે આ ઇન્ટરશીપ બાર મહિના માટે રહેશે જેમાં યુવાનોને વ્યવસાયિક વાસ્તવિક વાતાવરણ આપવામાં આવશે. ઇન્ટરશીપ દરમિયાન યુવાનોને 5000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. 


આ માટે જે તે કોર્પોરેટ કંપનીઓએ પોતાની સામાજીક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10% ઈન્ટર્ન શીપ ખર્ચ સહન કરવો પડશે. સરકારે ખેડૂત અને કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડની મોટી જાહેરાત કરી છે જેના કારણે ખેતીની  ઉત્પાદકતા વધારવા માટે જરૂરી પગલાં લઈ શકાશે. સરકાર હવે કુદરતી ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરશે અને પાકના ઉત્પાદન સંગ્રહ અને માર્કેટિંગ માટેની અલાયદી વ્યવસ્થા કરશે આ ઉપરાંત બજેટમાં ખેતી શિક્ષણ અને કૌશલ્ય માટે 1.48 લાખનો ખર્ચ કરશે. યુવાઓ માટે મુદ્રા લોનની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જેમાં એમએસએમની માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ ₹100 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકશે અત્યાર સુધી મુદ્રા લોનની મર્યાદા 10 લાખ કરોડ રૂપિયા હતી જેને વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે.વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ આ બજેટને આવકારવામાં આવ્યુ છે. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે નાણામંત્રીએ MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની લોન મળશે. PSU અને બેંકોને આંતરિક આકારણી બાદ MSMEને લોન આપવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત મુદ્રા લોનની મર્યાદા 10 લાખ કરોડ રૂપિયાથી વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. MSMEને મદદ કરવા SIDBI શાખાઓ પણ વધારવામાં આવશે.

Reporter:

Related Post