તુમ ભી સાંસદ...વો ભી સાંસદ...ફિર ઇતને ખુશ ક્યોં હો ગયે જનાબ....પુરે પાંચ સાલ ચાહો તો રોજ સેલ્ફી લે શકોગે...
અભિનેતા અભિનેત્રીઓની માયામાંથી આપણા સમાજમાં કોઈ મુક્ત રહી શકતું નથી.રૂપેરી પરદામાં એવો કયો જાદુ છે કે એના પાત્રોને મળવા, એમની સાથે વાત કરવા અને મોબાઈલના જમાનામાં એમની સાથે સેલ્ફી લેવા અબાલવૃદ્ધ તલપાપડ રહે છે. વડોદરાના યુવા સાંસદ પોતે શિક્ષિત છે,સફળ પ્રોફેશનલ છે,વિવિધ ક્ષેત્રોમાં સ્વબળે નામના મેળવી છે, મોદીજીનાં નામે પોણા છ લાખ મતની બહુમતીથી ચુંટાયા છે.
કંગના રનૌત અભિનેત્રી તરીકે નામાંકીત છે,પહેલીવાર સાંસદ થયાં છે,વડોદરાના સાંસદ કરતા દેશમાં,લોકોમાં વધુ જાણીતા હોવા છતાં તેમના કરતા ઓછી બહુમતી થી ચુંટાયા છે, છતાં આપણાં સાંસદ સેલ્ફી લેતા કંગના સાથે આટલા અભિભૂત કેમ થઈ ગયા હશે ! સામે પક્ષે અભિનેત્રીના ચહેરા પર સંયમિત પ્રતિભાવ દેખાય છે.એની વે,સાથી સાંસદ સાથે એમની આ સેલ્ફી દર્શનીય તો અવશ્ય છે...
Reporter: