News Portal...

Breaking News :

પાંચમાં તબક્કામાં 49 સંસદીય બેઠકો માટે 56.68 ટકા મતદાન મતદાન થયું

2024-05-20 19:48:51
પાંચમાં તબક્કામાં 49 સંસદીય બેઠકો માટે 56.68 ટકા મતદાન મતદાન થયું


2024ની ચૂંટણીના પાંચમાં તબક્કા હેઠળ આજે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો માટે મતદાન થયું હતું. આ સાથે ઓડિશા વિધાનસભાના બીજા તબક્કા માટે પણ આજે મતદાન થયું હતું. આજનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. સાંજે 5 વાગ્યા સુધી 56.68 ટકા મતદાન થયું છે. જેમાં બંગાળમાં સૌથી વધુ 73 ટકા મતદાન થયું છે.


લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં બપોરે 5 વાગ્યા સુધી 56.68 ટકા સરેરાશ મતદાન થયું છે. આ સાથે 8 રાજ્યોના કેટલું મતદાન થયું તેના પણ આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.રાહુલ ગાંધી રાયબરેલીમાં મતદાન મથકનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મતદારો સાથે વાતચીત પણ કરી હતી. કોંગ્રેસે સોશિય મીડિયા પોસ્ટ કરીને કહ્યું કે, 'રાયબરેલીમાં સન્માનિત મતદારોની વચ્ચે પહોંચ્યા જનનાયક. આ લડાઈ લોકશાહી અને બંધારણને બચાવવાની છે. અમે સાથે મળીને લડીશું અને જીતીશું.' અગાઉ રાહુલ ગાંધીએ રાયબરેલી પહોંચીને સૌથી પહેલા પીપલેશ્વર હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી.પૂર્વ ક્રિકેટર અને ચૂંટણીના નેશનલ આઈકોન સચિન તેંડુલકર અને તેમના પુત્ર અર્જુન તેંડુલકરે મુંબઈમાં મતદાન કર્યું હતું.


પશ્ચિમ બંગાળમાં પણ ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટનાના અહેવાલ આવી રહ્યા છે. સાત બેઠકો પર ચાલી રહેલા મતદાન દરમિયાન, હુગલીના આરામબાગમાં ટીએમસીના એક નેતા પર ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Reporter: News Plus

Related Post