છોટાઉદેપુર જિલ્લાના ભોરધા અને હાફેશ્વર ખાતે કૃષિ સખીઓ માટે ૫ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરી લોકો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને પોતે પોતાનો વિકાસ કરે તે હેતુસર સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાતની સ્વસહાય જૂથોની કૃષિ સખીઓને પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો ૨૮ મે અને મંગળવારના રોજ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ નો પ્રચાર પ્રસાર વધે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે માટે સરકારશ્રીના પ્રયત્નોને સફળ બનાવવા તેમજ લોકોનું આરોગ્ય સુધરે અને ખેડૂતોની આવક બમણી થાય એ ઉદ્દેશને ધ્યાનમાં રાખી પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે.જેના ભાગરૂપે જિલ્લાના માસ્ટર ટ્રેનર અશ્વિનભાઈ, વદીયાભાઈ, શૈલેષભાઈ અને વિષ્ણુભાઈ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કામધેનું ગૌશાળા અને હાફેશ્વર ( કવાંટ ) આમ બે જગ્યાએ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસારના હેતુસર, પ્રાકૃતિક કૃષિ તાલીમનો પાંચ દિવસ માટે શુભારંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં મહિલાઓ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ લઈ રહી છે.
વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી થતી ખેતીના કારણે ઘણી મોટી મોટી બીમારીઓ અસ્તિત્વમાં આવી ગઈ છે. ત્યારે આવી ભયંકર બીમારીઓથી બચી શકાય અને માનવ સમાજના આરોગ્ય સાથે ચેડા ન થાય તે હેતુસર ગામડે ગામડે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રાકૃતિક કૃષિ તાલીમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષિ સખીઓએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.
Reporter: News Plus