રાજકોટ : TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની તપાસ કરતા રૂ. 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું છે.
એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ભ્રષ્ટ અધિકારીની કાળી કમાણીનો વધુ એક પટારો ખુલ્લો થયો છે. રાજકોટ ACB એ પૂર્વ TPO મનસુખ સાગઠિયાની સીલ કરેલ ઓફિસમાં તપાસ કરતા રૂ. 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું છે. હજુ પણ તપાસ ચાલી રહી છે અને અનેક લોકરની ચકાસણી બાકી છે. ત્યારે વધુ અનેક ચોંકાવનારા ખુલાસા થશે એવી વકી છે.રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. ત્યારે આ કેસમાં વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન, ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં સતત મસમોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ ACB દ્વારા આરોપી સાગઠિયાને સાથે રાખી તેની સીલ કરેલી ઓફિસમાં ગત રાતથી તપાસ કરવામાં આવી રહી છે.દરમિયાન, સાગઠિયાની ઓફિસ માંથી રૂ. 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું હોવાની માહિતી છે. ઉપરાંત, હજી સુધી રાજકોટ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કેટલાક લોકરની ચકાસણી પણ બાકી છે. આથી, આ લોકર્સની તપાસમાં પણ મસમોટી રકમ મળે તેવા એંઘાણ છે. માહિતી મુજબ, આરોપી સાગઠિયાનું ઓફિસ અગાઉ સીલ કરાયું હતું અને હવે તેની તપાસ ચાલી રહી છે.
Reporter: News Plus