અમદાવાદ : કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ગઈ કાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુઓ વિશે કરેલા નિવેદનમાં કંઈક એવું કહ્યું, જેના પછી તેમની મુશ્કેલીઓ વધી રહી છે.
ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના હિંદુઓ અંગેના નિવેદન બાદ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. મોડી રાત્રે ગુજરાતમાં પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ દેખાવો શરૂ થયા હતા. બજરંગ દળના કાર્યકરોએ અમદાવાદમાં રાહુલ ગાંધી વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે.રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા નિવેદને તેમના માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. દિલ્હીમાં વિપક્ષી નેતાઓના વિરોધનો સામનો કર્યા બાદ હવે રાહુલ ગાંધીને ગુજરાતમાં પણ વિરોધનો સામનો કરવો પડશે. મોડી રાત્રે બજરંગ દળના કાર્યકરો અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યાલયમાં પ્રવેશ્યા હતા અને ત્યાં પોસ્ટરો લગાવ્યા હતા.
આ સિવાય રાહુલ ગાંધીના ચહેરા પર પહેલાથી જ લગાવેલા બોર્ડ પર પણ કાળી શાહી લગાવવામાં આવી હતી.કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યકરોની ગતિવિધીને લઇને કોંગ્રેસે પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું છે કે,બજરંગ દળના કાર્યકર્તાઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. અડધી રાત્રે 4 વાગે ચોકીદાર અને ચોકીદારના ધર્મપત્ની અને દીકરા પર હુમલો થયો છે. ચોકીદારની દીકરી સગર્ભા છે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.આવા કાયરતા પૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે. આજે પ્રદેશ પ્રમુખ જોડે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરીશું.
Reporter: News Plus