જૂનાગઢ જિલ્લામાં મુછડાધાર વરસાદ અને મોડી રાત્રે પણ ધોધમાર વરસાદના કારણે હજી પણ જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જન છે.
ઘેડ પંથકના ગામો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અને જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે જુનાગઢ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. સાથે જ જિલ્લાના 30થી વધુ રસ્તાઓ પણ બંધ હોવાનું સામે આવ્યું છે જેમાં કેશોદ તાલુકાના 15 જેટલા રસ્તાઓ એકબીજા ગામને જોડતા રસ્તાઓ બંધ છે. બીજી બાજુ હજી પણ સતત ઓઝત જળસર વધી રહ્યું છે. જેમના કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રના 372 જેટલા ફીડર બંધ, 88 ગામોમાં હજી પણ અંધારપટ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે કેટલી જગ્યાએ છેલ્લા બે થી ત્રણ દિવસથી વીજળી ન હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. હાલ સૌરાષ્ટ્રના 372 જેટલાં ફીડર ઓફ બંધ હોવાનું સામે આવ્યું છે અને 88 જેટલા ગામોમાં અંધારપટ છવાઇ છે. પીજીવીસીએલ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વધારાની ટીમો બનાવી વીજળી રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Reporter: News Plus