વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ ચારણ માટેના પ્રચાર બાદ 45 કલાકની સાધના માટે કન્યાકુમારીના વિવેકાનંદ મેમોરિયલમાં હતા. જેઓની 45 કલાકની સાધના પૂર્ણ થઇ છે. અને તેઓ આજે સાંજે વિવેકાનંદ રોક મેમોરિયલમાંથી બહાર આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીની જાહેરાત બાદ સતત પ્રચાર કાર્યમાં જોતરાયા હતા. અને ઢગલે બંધ રેલીઓ તેમજ પ્રચાર સભાઓ સંબોધી હતી. 7 તબક્કામાં યોજાયેલી ચૂંટણીના અંતિમ તબક્કાની આજે મતદાન પ્રક્રિયા સંપન્ન થઇ. ત્યારે અંતિમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા બાદ મોદી 45 કલાકની સાધના માટે કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલ ગયા હતા. તેઓની આ સાધના પૂર્ણ થઇ છે.
આજે સૂર્યોદય સમયે મોદીએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું હતું અને ધ્યાન મંડપમની પરિક્રમા કરી હતી. આજે મોદી ધ્યાન મંડપમના કોરિડોરમાં બેસીને રુદ્રાક્ષની માળાના જાપ કરતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પ્રણામ કરતાં જોવા મળ્યા હતા. તેઓ આજે સાંજે વિવેકાનંદ રોક મેમોરિયલથી બહાર આવશે.
Reporter: News Plus