News Portal...

Breaking News :

બ્રહ્માકુમારીઝ અટલાદરા વડોદરા ખાતે ગુરુપૂર્ણિમની ભવ્ય ઉજવણી 300 ભાઈ બહેનોએ વિશેષ મૌન તપસ્યા કરી

2024-07-23 17:14:20
બ્રહ્માકુમારીઝ અટલાદરા વડોદરા ખાતે ગુરુપૂર્ણિમની ભવ્ય ઉજવણી 300 ભાઈ બહેનોએ વિશેષ મૌન તપસ્યા  કરી



શહેરના અલગ અલગ સ્થાનો પર ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે ત્યારે બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવાકેન્દ્ર પર પણ આ પર્વની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશેષ મૌન  સાધનાને મહત્વ આપવામાં આવ્યું હતું
 માઉન્ટ આબુ ખાતેના બ્રહ્માકુમારીઝની સ્પાર્ક વિંગના નેશનલ ર્ડીનેટર બી.કે. શ્રીકાંતભાઈ પધાર્યા હતા. જેઓએ દેશ-વિદેશમાં યોગના પ્રયોગો દ્વારા ખૂબ સુંદર અનુભવો મેળવેલા છે. કારણ કે યોગ પણ એક પ્રકારનું વિજ્ઞાન છે



ભાઈએ ગુરુપૂર્ણિમા ખાતે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે, સતગુરુ એ છે, જે મનના તમામ અંધકાર દૂર કરે. વર્તમાન સમય પરમાત્મા પરમ સદગુરુ બની અને મનના વિકાર તથા તમોપ્રધાનતાને દૂર કરી અને અત્યાર સુધી આપણી  બુદ્ધિની એવી વાતો કે જે કળિયુગી દુનિયામાં પરમાત્મ સુખ પ્રાપ્ત કરવા માટે બંધનરૂપ હતી તે બંધનોને દૂર કરે છે. પરમ સતગુરુ પરમાત્મા વર્તમાન સમય પરમાત્મ જ્ઞાન, બળ અને વરદાનથી આપણને માસ્ટર દાતા બનાવી અને આપણને સત્ય જ્ઞાનથી સજાવી રહ્યા છે.



સેવાકેન્દ્રના ડોક્ટર અરુણા દીદીએ સર્વને સુભાષિશ પાઠવ્યા હતા,અને આવનાર સ્વર્ણિમ પ્રકાશમય સંસારનું સુખ પ્રાપ્ત કરવા પરમાત્મ ગુણોને વ્યાવહારિક જીવનમાં કેવી અપનાવવા એ વાત પર સમજાવ્યું.
 સમગ્ર પ્રોગ્રામનું સંચાલન બી.કે. પૂનમ દીદીએ કર્યું હતું. 
આ પ્રસંગે વડોદરાના સાંસદ હેમાંગ ભાઈ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ વિજય ભાઈ શાહ, ધારાસભ્ય શૈલેષભાઈ શોટ્ટા, ડેપ્યુટી મેયર ચિરાગ ભાઈ બારોટ, ગેલ ઇન્ડિયા લિમિટેડનાં સીજીએમ અરુણભાઈ અને સતીશભાઇ, Zydex કંપનીના ડાયરેક્ટર અજયભાઈ રાંકા, ઉદ્યોગપતિ દિલીપભાઈ શાહ તથા આર્કિટેક્ટ કેતનભાઈ સેવાકેન્દ્રની મુલાકાત લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા .

Reporter: admin

Related Post