News Portal...

Breaking News :

વડોદરા મકરપુરા વોલ્ટેમ ચોકડી પાસે અકસ્માત ટેમ્પો ચાલકે મોપેડ સવાર દંપતીને લીધા અડફેટે, મહિલાની

2024-07-23 17:11:25
વડોદરા મકરપુરા વોલ્ટેમ ચોકડી પાસે અકસ્માત ટેમ્પો ચાલકે મોપેડ સવાર દંપતીને લીધા અડફેટે, મહિલાની



વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં વોલ્ટેમ ચોકડી પાસે બેફામ દોડી રહેલ ટેમ્પા ચાલકે એક્ટિવા સવાર દંપતીને
અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો જેમાં એક્ટિવા પર સવાર દંપતીને ગંભીર ઇર્જાઓ પહોંચી હતી જેમાં એક્ટિવાની પાછળ બેસેલ મહિલા ને વધુ ઇર્જાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીક ની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી 



જયાં તેમની હાલત નાજુક હોય ICU માં દાખલ કરવામાં આવ્યા છે આ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ વોલ્ટેમ ચોકડી નજીક એક બેફામ દોડી રહેલ ટેમ્પો ચાલકે એક્ટિવાર સવાર દંપતી અડફેટે લીધા હતા. જેમાં એસટી બસની અડફેટે આવેલ દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે નજીક ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ હવે સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે, પૂરફાટ ઝડપે આવેલી એક ટેમ્પો ચાલકે પાછળ થી એક્ટિવા સવાર દંપતીને ટક્કર મારતા દંપતી હવામાં ફંગોળાઈ જાય છે 



અકસ્માતમાં પગલે લોકટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલકને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો અને ગંભીર ઇર્જાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીક ની ખાનગી હોસ્પિટલ માં ખસેડ્યા હતા

Reporter: admin

Related Post