વડોદરા શહેર મા દિવસે ને દિવસે કુતરાઓ નો ત્રાસ વઘી રહીયો છે. અને નાગરિકો ને કુતરા કરડવા ના કિસ્સાઓમા નોંઘ પાત્ર વઘારો થયો છે.
આવીજ ઘટના શહેરના હરીનગર વિસ્તારમાં એકસાથે 4 મહિલાઓને રખડતા કુતરાએ બચકાં ભરતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. જેના પગલે હરિનગર વિસ્તારમાં રહીશોમાં ગભરાટ અને ફફડાટ વ્યાપ્યો છે, હરીનગર બિજ પાસે રહેતા 24 વર્ષીય મીનાબેન, 11વર્ષીય વર્ષાબેન, 7 વર્ષીય વૈશાલીબેન અને 9 વર્ષીય નિરાલીબેનને બપોરે રસ્તે રખડતા શ્વાને બચકા ભરી લીધા હતા. એક જ વિસ્તારમાં ૪ બાળકીઓને શ્વાને બચકા ભરતા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ચારેય છોકરીઓએ બૂમાબૂમ કરી મૂક્તા સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને ચારેયને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ચારેય ઈજાગ્રસ્તને ખૂબ જ ઉંડા ધા હોવાથી ગોત્રી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.સયાજી હોસ્પિટલમાં ઈમ્યુનોગ્લોબ્યુલાઈન માટે ખસેડાયા હતા. સરકાર સંચાલિત ગોત્રી હોસ્પિટલમાં આ ઈન્જેક્શન ન હતું.ગોત્રી હોસ્પિટલમાં ઈમ્યુનોગ્લોબ્યુલાઈન ઇન્જેક્શન ન મળતાં SSG ગયા હતા.
Reporter: News Plus