વડોદરા શહેરમાં રોગચાળાનો કહેર યથાવત્ છે. જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ નોંધાયા છે. તથા 2 કેસ મેલેરિયાના નોંધાયા છે.
શંકાસ્પદ મેલેરિયાના 954 દર્દીઓ નોંધાયા છે. કોલેરાનો વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઝાડ ઉલ્ટીના 100 કેસો નોંધાયા છે શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. તથા શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ સાથે મેલેરિયાના 2 કેસ આવ્યા છે. શંકાસ્પદ મેલેરિયાના વધુ 954 દર્દીઓ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. તેમજ કોલેરાનો વધુ એક દર્દી આવ્યો છે. જેમાં ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ સામે આવે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા ખબર પડી શકે છે.
તેમજ શહેરમાં પૂરના પાણી ઓસરતાં વિવિધ જગ્યાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે સયાજી હોસ્પિટલ ના ઓપેડી 18 વિભાગમાં પન મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી ત્યારે સયાજી હોસ્પિટલના બાળ વિભાગમાં ચાંદીપુરમ રોગના બે બાળકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા જ્યારે ચાંદીપુરમ રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો તે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતો.
Reporter: admin