વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ અને સફળ નેતૃત્વ ને ૨૩ વર્ષ પૂર્ણ થતાં વડોદરા જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી થઇ રહી છે
તે ઉપલક્ષ્યમાં જિલ્લા પંચાયત હસ્તકના તમામ ૩૬ દવાખાનાઓના વિસ્તારમાં ૩૬ આયુષ નિદાન-સારવાર કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.36 આયુષ કેમ્પ (આયુર્વેદ અને હોમિયોપેથિક) નું આયોજન કરીને 36 આયુષ દવાખાનાઓની જિલ્લા આયુર્વેદ અધિકારીની ટીમ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
આ કેમ્પનો ૨૩૩૫ નાગરિકોએ લાભ લઈ વિવિધ પ્રકારની સારવાર અને નિદાન કરાવ્યું હતું. આ ઉપરાંત ૬૨૦૧ વ્યક્તિને સાંકળીને વિકાસ શપથ લેવામાં આવ્યા હોવાનું ડો. સુધીર જોશીએ જણાવ્યું હતું.
Reporter: admin