News Portal...

Breaking News :

સફદરગંજમાં અધધ ખાબક્યો 228.1 મિમી વરસાદ

2024-06-28 15:20:34
સફદરગંજમાં અધધ ખાબક્યો 228.1 મિમી વરસાદ


નવી દિલ્હી : સમગ્ર ઉત્તર ભારત સહિત રાજધાનીના લોકો ઘણા સમયથી અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આજે સવારથી ભારે વરસાદ પડવાના કારણે ઘણા સ્થળોએ લોકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવી તસવીરો સામે આવી છે.


અહીં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગઈ છે, અંડરપાસમાં પાણી ભરાવથી વાહનો ફસાયા છે. એટલું જ નહીં છેક નેશનલ હાઈવે સુધી પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.સફદરગંજ 24 કલાકનો સૌથી વધુ વરસાદ વર્ષ 1936માં 28મી જૂને 235.5 મિમી વરસાદ નોંધાયો હતો, ત્યારે આજે ફરી સફદરગંજવાસીઓને 1936ની યાદ અપાવતો વરસાદ ખાબક્યો છે અને અહીં 228.1 મિમી વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો આંકડો છે.


બીજીતરફ વરસાદ વચ્ચે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગંભીર ઘટના બની છે. અહીં એરપોર્ટ પર ટર્મિનલ-1ની છત તૂટતાં એકનું મોત અને બે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ ટર્મિનલ પર બપોર 2.00 વાગ્યા સુધીની તમામ ફ્લાઈટો અટકાવી દેવાઈ હતી. બીજીતરફ મોડી રાત્રે ખરાબ હવામાનના કારણે દિલ્હીથી જતી 16 અને દિલ્હી આવતી 12 ફ્લાઈટો દદ કરવાવામાં આવી છે. ઉપરાંત રાજધાનીના ઘણા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જવાના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. ટર્મિનલ-3 તરફના મેહરામ નગર અંડપાસમાં પાણી ભરાઈ ગયાના પણ અહેવાલ સામે આવ્યા છે.

Reporter: News Plus

Related Post