શિમલા : હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની આજુબાજુ અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે અનેક વાહનો ફસાઈ ગયા હતા જેના લીધે અફરા તફરી મચી ગઇ હતી.
ભારે વરસાદને કારણે ભૂસ્ખલન જેવી ઘટના બનતાં મોટા મોટા પથ્થરો પહાડ પરથી નીચે પડ્યા હતા. જેની લપેટમાં માર્ગો પરથી પસાર થતાં વાહનો આવી ગાય હતા. તેમાં 3થી 4 વાહનો ફસાઈ ગયા હતા. જોકે ત્યાં હાજર લોકોએ હેમખેમ લોકોને બચાવી લીધા હતા. ઘટનાસ્થળે એકાએક અફરાતફરી મચી ગઇ હતી.
પોલીસ અને સ્થાનિક તંત્રને પણ ઘટના વિશે જાણકારી આપવામાં આવી હતી જેના બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. વાહનવ્યવહાર પણ થંભી ગયું હતું. પર્યટકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે જેના લીધે સ્થાનિક સરકારે એલર્ટ જાહેર કરી દીધું છે.
Reporter: News Plus