News Portal...

Breaking News :

ઉપલેટામાં કોલેરાથી ૫ બાળકનાં મૃત્યુ

2024-06-28 15:13:51
ઉપલેટામાં કોલેરાથી ૫ બાળકનાં મૃત્યુ


રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં ગયા શનિવારે કોલેરાથી ૫ બાળકનાં મૃત્યુ નીપજ્યાં હતા. દરમિયાન બે બાળકમાં ઝાડા-ઊલટીનાં લક્ષણો જણાતાં તેનાં સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરાવાયું હતું. જેમાં બન્ને કેસ પોઝિટિવ આવ્યા હતા, 


જેમાંથી એક બાળકનું મૃત્યુ નીપજ્યાનું જિલ્લા આરોગ્યતંત્રએ જણાવ્યું છે. વધુ એક બાળકનું મોત થતા કોલેરાને કારણે બાળકોનો મૃત્યુઆંક પાંચ પર પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોગચાળા બાદ સીએચઓ, આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, મેલ અને ફીમેલ હેલ્થવર્કર, આશાવર્કર, આરોગ્ય કેન્દ્રના મેલ અને ફીમેલ સુપરવાઈઝરો, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થના બન્ને સુપરવાઈઝર વગેરે કુલ 10 કર્મચારીને શો-કોઝ નોટિસ અપવામાં આવી હતી.આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં 16મી જૂનથી ઝાડા-ઊલટી સહિતના કેસ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા. 


સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ છ જેટલા ગામોના 25,000 લોકોના સ્ક્રિનિંગ પણ કરાવવામાં આવ્યું છે. ઉપલેટા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા જે જળસ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. કલેક્ટર વિભાગ દ્વારા છ જેટલા કારખાના હાલ સિલ કરવામાં આવ્યા છે. કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા કૂવાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા બોરના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તણસવા અને ગણોદ વિસ્તારમાં 11 જેટલા પ્લાસ્ટિક રિસાયક્લિંગના કારખાના આવેલા છે. જેમાં મોટાભાગના પરપ્રાંતીય મજૂરો પોતાના પરિવાર સાથે રહીને કામકાજ કરે છે. 24 કલાક ડોક્ટર સહિત આરોગ્યની ટીમ આ વિસ્તારમાં ખડેપગે રાખવામાં આવી છે. ઝિંક અને ORSની દવાઓ પણ આપવામાં આવી રહી છે.

Reporter: News Plus

Related Post