ભુજ: શહેરમાં આવેલા મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી જે ટંકશાળ તરીકે ઓળખાય છે.જેમાં વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો છે. આ મોટો પટારો જુના જમાનાનો હતો.
જૂની કચેરીમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે અને જિલ્લા કમાન્ડન્ટ જે પટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદી નો સામાન મળી આવ્યો છે. આ મોટો પટારો જુના જમાનાનો હતો. જિલ્લા કમાન્ડન્ટ મનીષ બારોટનું ધ્યાન પટારાના ખુલા તાળા ઉપર જતા તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અનિલ જાદવ ને જાણ કરી હતી. પ્રાંત અધિકારીની ગંભીરતા અને સતર્કતાથી તેમણે તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર નાયબ મામલતદાર શિવજીપાયાન સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.
જેની તપાસ કરતાં તે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યા હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરી હતી.પ્રાથમિક તપાસ કરતા ભૂકંપ સમય આ વસ્તુઓ જમા કરાવવામાં આવેલ હતી.૨૦૦૧ માં વખતે ભૂકંપ સમય અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી. ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજ વસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આમાં જિલ્લા કમાન્ડટની સમય સુચકતા અને જાગૃતિને કારણે વર્ષોથી પડેલા આ કિંમતી માલ સામાન મળી આવ્યો હતો.
Reporter: News Plus