મુંબઈ : જીઓ બાદ એરટેલે પણ ટોપ અપ પ્લાનના ટેરીફમાં ૧૦ થી ૨૧ ટકાનો વધારો જાહેર કર્યો છે.રિલાયન્સ જીઓ પછી હવે એરટેલે પણ ટોપ અપ પ્લાનના ટેરીફમાં ૧૦ થી ૨૧ ટકાનો વધારો જાહેર કર્યો છે.
નવા પ્લાન મુજબ ૧૭૯ રૂપિયાનો પ્લાન હવે ૧૯૯ રૂપિયામાં અને ૩૯૯ રૂપિયાનો પોસ્ટ પેઇડ પ્લાન હવે ૪૪૯ રૂપિયામાં મળશે. ૩ જુલાઈથી આ વધારો લાગુ પડશે.હાલમાં જ રિલાયન્સ જિયોએ પણ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા. આ અંગે કંપનીએ બુધવારે જાણકારી પણ આપી દીધી હતી. જિયો તરફથી કહેવાયું હતું કે રિચાર્જ પ્લાન્સ 15 થી 25 ટકા સુધી મોંઘા થવાના છે. રિલાયન્સ જિયોના નવા પ્લાન 3 જુલાઈથી લાગૂ થવાના છે. એરટેલે ટેરિફમાં 10-21% સુધીનો વધારો કર્યો છે.
નવા પ્લાન મુજબ હવે 179 નો પ્લાન 199 રૂપિયામાં મળશે. પ્રીપેઈડ ટેરિફમાં સરેરાશ 70 પૈસા પ્રતિ દિનથી ઓછાનો વધારો છે. પોસ્ટપેઈડ પ્લાનમાં 10-20% નો વધારો ઝીંકાયો છે. 399 રૂપિયાવાળો પોસ્ટપેઈડ પ્લાન હવે 449 રૂપિયામાં મળશે. વધેલા ભાવ 3 જુલાઈથી લાગૂ થશે. એવું કહેવાય છે કે જલદી વોડાફોન- આઈડિયા પણ ત્યારબાદ હવે ટોપ અપ પ્લાન મોંઘા કરી શકે છે.
Reporter: News Plus