વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તાજેતરમાં ઉજવવામાં આવેલા રાષ્ટ્રીય મતદાતા દિનમાં ચૂંટણી શાખાના ૬ કર્મયોગીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણી દરમિયાન કરેલી વિશેષ કામગીરી ધ્યાને રાખીને પ્રમાણપત્ર આપી આ સન્માન કરવામાં આવ્યું હતું. મૂળ આઇટીઆઇના ઇન્સ્ટ્રક્ટર અને હાલે ચૂંટણી શાખામાં વિવિધ કામગીરી કરતા દિલીપ ગુર્જર ટેક્નિકલ અને વહીવટી બાબતો અંગે પોતાની સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ચૂંટણી શાખામાં સિસ્ટમ સુપરવાઇઝર તરીકે કાર્યરત સૌરભ પટેલ ઇલેક્ટશન પોર્ટલની બાબતો અને ડેટા મેનેજમેન્ટ કરે છે.
લોકસભાની ચૂંટણીમાં આ બન્ને કર્મયોગીની સેવા વિશેષ રહી હતી. એ બદલ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને નિવાસી અધિક કલેક્ટરના હસ્તે બન્નેનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચૂંટણી શાખાની ક્લાર્ક ચિંતન પટેલને શ્રેષ્ઠ કારકૂન અને હેલ્પલાઇન સંભાળતા કૃણાલી સપકાલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ શાખાના વર્ગ ચારના કર્મચારી કીર્તિભાઇ લિંબાચિયા, ઉમેશભાઇ ડામોર અને ચતુરભાઇ વસાવાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
Reporter: admin