ડભોઇ : નગરમાં આવેલ યમુના નગર ટાંકી પાસે પ્રથમ ટેનામેન્ટની સામે પડેલા લાકડાના ઢગલામાં સતત બે વાર આગ ભભૂકી ઉઠી. જાનહાની અને માલહાની થઈ નથી.રાત્રે આગ ઓલાવી અને બીજા દિવસે ત્યાં જ ફરી આગ લાગતા લોકોના મોઢે સવાલો ઉઠ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર યમુના નગર પાણીની ટાંકી પાસે આવેલ પ્રથમ ટેનામેન્ટની સામે ખુલ્લી જગ્યામાં પડેલ લાકડાના ઢગલામાં એકાએક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા સાથે લોકોમાં એકદમ આગ લાગવાના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો જ્યારે પ્રથમ ટેનામેન્ટના સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ પરેશ ભાઈ રબારીને કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચી ત્વરિત ડભોઇ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડના કર્મચારીઓ આવી પહોંચી આંગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે ત્રણ બંબાના પાણીનો મારો કર્યા પછી મહામહેનતે વિકરાળ બનેલી આંગ પર કાબુ મેળવતા સ્થાનિકોએ રાહતનો દમ ભર્યો હતો.

જ્યારે અચરજની વાત તો એ થઈ કે ત્રણ બંબાના પાણીથી બુજાવેલી આગ બીજા દિવસે પણ ફરી ભભૂકી ઉઠતા લોકોમાં આશ્ચર્ય અને અનેક સવાલો ઊભા કર્યા હતા જ્યારે બીજા દિવસે પણ પરેશ ભાઈ રબારી દ્વારા દ્વારા ફરી ફાયર બ્રિગેડને અને જંગલ ખાતાના અધિકારી કલ્યાણી બેન ને ઘટના અંગેની જાણ કરતા ફરી એકવાર આ લાગેલી આગને ફાયર બ્રિગેડના જવાનો અને જંગલ ખાતા ના કર્મચારીઓ એમ બંને વિભાગની બેવડી યુક્તિ થી આંગ ને બુજાવી હતી જ્યારે આ આગં કેવી રીતે લાગી તે જાણવા મળ્યું નથી.જ્યારે આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ કે માલહાની થવા પામી નથી પણ સાથે એક જ જગ્યાએ બે વાર આગ લાગી તેને લઈ એ ઘટના ગામ માં ચર્ચાના એરણે ચઢી હતી.



Reporter: admin