News Portal...

Breaking News :

સુભાનપુરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું: ચાંદીના દાગીના અને રોકડા રૂ.૫૧ હજારની ચોરી

2025-01-27 16:24:50
સુભાનપુરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું: ચાંદીના દાગીના અને રોકડા રૂ.૫૧ હજારની ચોરી


વડોદરા: સુભાનપુરા વિસ્તારમાં રહેતો પરિવાર વેરાવળ લગ્ન પ્રસંગમાં ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂ.૫૧ હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 


જેથી લગ્નમાંથી તાત્કાલિક દોડી આવી મકાન માલિકે ચોરીની ફરિયાદ ગોરવા પોલીસે સ્ટેશનમાં નોંધાવી છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાસીની રાણી સર્કલ પાસે સૂર્યનગર સોસાયટીમાં રહેતા સંદિપભાઈ રમ્મજીભાઈ જેઠવાએ ફરિયાદ નોંધાવી છે કે,રેસકોર્સ સર્કલ પાસે માર્બલ આર્ટ અપ ઇલેક્ટ્રીકલ્સ નામની કંપનીમાં નોકરી કરું છું. ગઈ ૧૮ જાન્યુઆરીના રોજ રાત્રીના મારા મકાનના મુખ્ય દરવાજાને લોક મારીને પરીવાર સાથે અમારા વતન વૈરાવળ ખાતે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. 


૨૦ જાન્યુ.ના રોજ રોજ વહેલી સવારે અમારા પડોશમાં રહેતા નીમાબેનનો ફોન આવ્યો હતો અને અમને જણા હતું કે તમારા મકાનના મુખ્યદરવાજાનું તાળુ તૂટેલ છે. જેના પરણે હું તાત્કાલિક મારા વેરાવળથી અહી દોડી આવ્યા હતા મારા મકાનના પહેલા રૂમમા તીજોરીમાં મુદ્દલ સાના ચાદીના દાગીના તથા રોકડા રૂપીયા રૂ.૫૧ હજાર રાખેલા હોય ચોરી કરી લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી ગોરવા પોલીસ દ્વારા ગુનો નોંધીને તસ્કરોનું પગેરૂ મેળવવાની તજવીજ શરૂ કરાઈ છે.

Reporter:

Related Post