વડોદરા: શહેરના વાઘોડિયા રોડ ઉપર બાપોદ જકાતનાકા પાસે રેતી માતાએ બીડી પીવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી ૧૬ વર્ષથી એ બાળક ને લાગી આવતા ઘરેથી આધાર કાર્ડ એલ સી તથા કપડા લઈને ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થયો હતો.
સગીર બાળક ઘરે પરત નહીં આવતા માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર બાપોદ જકાતનાકા પાસે રહેતી ૩૬ વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, મારા પતિ છૂટક મંજુરીનુ કામ કરે છે. મારે સંતાનમાં બે દિકરા પૈકી નાનો દીકરો ૧૦ નાપાસ થયા બાદ નોકરી કરતો હતો. ગત ૫ જાન્યુઆરીના રોજ મારા પતિ કામ અર્થે દ્વારકા- સોમનાથ ગયેલા હતા. મારો મોટો દીકરો નોકરી પર ગયો હતો. અને નાનો પણ નોકરી કરવા જાવ છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને હું એકલી ઘરે હતી. તે દરમ્યાન સાંજના આશરે પાંચેક વાગે મારો નાનો દિકરો ઘરે પરત આવતા તેના મોઢામાંથી બીડી પિધેલાની વાસ આવતા મે તેને ઠપકો આપ્યો હતો.
જેથી તેને ખોટુ લાગી આવતા તે નીચે ઉતરી ગયો હતો અને અડધો કલાક પછી પાછો ઘરે આવેલ અને તેના કપડા તથા તેનું આધારકાર્ડ, જન્મનો દાખલો તથા સ્કુલ છોડયાનો દાખલો એક બેગમાં ભરી ઘરેથી ક્યાંક જયા નીકળી ગયો હતો. જેથી મે મારા પતિને ટેલીફોનથી જાણ કરી હતી ત્યારબાદ બીજા દિવસે મારા પતિ ઘર પરત આવ્યા હતા અને અમે પુત્રની આજુબાજુમા તથા સગા સબંધીને ત્યાં તપાસ કરતા મળી આવ્યો ન હતો તેમજ મારો દીકરો ગુસ્સાવાળા મિઝાજનો હોય અગાઉ પણ આવી રીતે ચારથી પાંચ વખત ધરેથી જતો રહ્યો હતો. જે બે થી ત્રણ દિવસમા ઘરે પરત આવી જતો હોય છે. જેથી તેની પરત આવવાની રાહ જોતા હતા. પરંતુ પ્રેમ હજી-સુધી ઘરે પરત આવેલ ના હોય અને તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. જેથી પોલીસે ગુમની ફરિયાદ નોંધી સગીર બાળકની શોધખોળ હાથ ધરી છે.
Reporter: admin