વડોદરા શહેરમાં પૂરજોશમાં ચાલી રહેલી સફાઇ ઝૂંબેશમાં સ્વચ્છતાકર્મીઓએ ૧૮૦૦ ટન જેટલો કાઢ્યો હતો.
બીજી તરફ, શહેરમાં સ્વચ્છતા ઝૂંબેશનું ચોક્કસાઇ પૂર્વક સંકલન અને નિરીક્ષણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર નાયબ કલેક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરા શહેરમાં સફાઇ કામગીરી ધમધોકાર ચાલી રહી છે. ગઇ કાલ શુક્રવારે ૩૭ જેસીબીની મદદ લેવામાં આવી હતી, જેમાં આજે વધુ ૧૮ જોડી કુલ ૫૫ જેસીબી મશીનથી સફાઇ કામગીરી કરવામાં આવી હતી. ૪૨૩૨ જેટલા સ્વચ્છતાકર્મીઓ દ્વારા દિનરાત સફાઇ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નાયબ કલેક્ટરોને સફાઇ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આશીષ મયાત્રા, મયંક પટેલ, દક્ષેશ મકવાણા અને વિમલ જોશીનો સમાવેશ થાય છે. આ નાયબ કલેક્ટર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આજે દક્ષિણ ઝોનમાં વનલીલા સોયાયટી મેઇન રોડ, ખોડલનગર, ભાથુજીનગર, જાંબુવા ગામ રોડ-શુભ બંગ્લોઝ, ડભોઇ રોડ, પેટ્રોલ પંપ, મહાનગર વુડાના મકાનો, ગણેશનગર, ભૂમિનગર, વડસર ગામ, વડસર બિલાબોંગ ચાર રસ્તાથી વડસર ગામ રોડ, માંજલપુર મેઇન રોડ, મંગલમૂર્તિ સોસાયટી, સોમાતળાવ વિસ્તારમાં સફાઇ કરાઇ હતી.
એ જ રીતે પશ્વિમ ઝોનમાં કિસ્મત ચોકડી, નાજીરનગર, પરશુરામ ભઠ્ઠો, શિવશકિતની સામે, મુજમહુડા, અટલાદરા, હોટેલ સૂર્ય પેલેસ તેમજ આજુબાજુનો વિસ્તારમાં સ્વચ્છતાનો સાવરણો ફરી વળ્યો હતો. ઉત્તર ઝોનમાં કારેલીબાગ મેઇન રોડ, નવીનગરી, સિદ્ધાર્થ બંગ્લોઝ, ભગીરથ સોસાયટી, મીરા એપાર્ટમેન્ટ, પરમાત્મા પાર્ક, સરકારી સ્કૂલ વાળો રોડ, અંબિકાનગર વિભાગ-૩, શિવમ સોસાયટી, ગિરિરાજ સોસાયટી, જલજયોતી સોસાયટી, દીપલ સોસાયટી, વણઝારી વાવ, મેપલ લિવ, ગીરીરરાજ એવન્યુ, જળજેઓટ એપાર્ટમેન્ટ તેમજ પૂર્વ ઝોનમાં પીળા વુડાના મકાનો, વાઘોડિયા રોડ વિસ્તારમાં વિશેષ કામગીરી કરવામાં આવી હતી.
Reporter: admin