આજરોજ મળેલી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 18 કામો અને બે વધારાના મળી 20 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. જેમાંથી 16 કામો મંજૂર કરી બે કામને ના મંજૂર કર્યા હતા જ્યારે બે કામો મુલતવી કરવામાં આવ્યા હતા.
આજની આ બેઠકમાં બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખાના ત્રણ કામો ને 15 ટકા ઓછા ભાવે મંજૂરી આપવામાં આવી હતી. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવવાના કામને ના મંજૂર કરવામાં આવ્યું હતું. તો રોડ શાખા પ્રોજેક્ટ માટે ખાનગી કન્સલ્ટન્ટ ની નિમણૂક કરવાનું કામ જે વિવાદ થતા ના મંજૂર કરાયું હતું. સાથે હર ઘર તિરંગા તથા તે અંતર્ગત સ્પર્ધાઓ અને તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમના આયોજનમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતો પર લાઇટિંગ,જરૂર પડે વાહનો ભાડે રાખવા, વર્તમાન પત્રોમાં સ્પેશિયલ કલર જાહેરાત સહિત સામગ્રીઓ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.
...
Reporter: