‘
મુંબઈ : ફિલ્મ પ્રોડ્યુસર જતીન સેઠીએ નોંધાવેલી ફરિયાદને આધારે અંબોલી પોલીસે આ પ્રકરણે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ ‘કસૌટી ઝિંદગી કી’ સિરિયલથી જાણીતા થયેલા સ્ક્રિપરાઈટર અને ડિરેક્ટર મહેશ પાંડેની બુધવારે ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે તેમની કંપનીઓ વચ્ચે થયેલા કરારની શરતો અને નિયમોનું કથિત ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાંડેની કંપની ફરિયાદીને 2.65 કરોડ રૂપિયા આપવા જવાબદાર હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ પણ વાંચો : હિજાબ પર પ્રતિબંધ માટે સુપ્રીમ કોર્ટે મુંબઈની કોલેજને લગાવી ફટકાર, ડ્રેસ કોડ પરના આદેશ પર સ્ટે આપ્યો
સેઠીએ દાવો કર્યો હતો કે વિવિધ કારણો રજૂ કરી પાંડે નાણાં ચૂકવવામાં મોડું કરતો હતો. એ સિવાય બ્રોડકાસ્ટરને પેમેન્ટ માટે તેણે ઈ-મેઈલ મોકલાવ્યા હોવાનું દેખાડવા માટે તેણે બનાવટી ઈ-મેઈલ આઈડી બનાવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું.l
અધિકારીએ જણાવ્યું હતું કે pધરપકડ બાદ પાંડેને કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. કોર્ટે તેને અદાલતી કસ્ટડી ફટકારી હતી.
Reporter: admin