News Portal...

Breaking News :

વડોદરા શહેર જિલ્લાના ૧૨૭૮ મતદાન મથકો પર વેબ કાસ્ટીંગથી રાખવામાં આવી રહી છે બાજ નજર

2024-05-07 16:40:40
વડોદરા શહેર જિલ્લાના ૧૨૭૮ મતદાન મથકો પર વેબ કાસ્ટીંગથી રાખવામાં આવી રહી છે બાજ નજર


વડોદરા લોકસભા બેઠકની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યાં છે. આવા જ એક પગલામાં જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલા મતદાન મથકો પર થતી ગતિવિધિ પર નજર રાખવા માટે ૮૫૪ ક્રિટીકલ સહિત કુલ ૧૨૭૮ મતદાન મથકો પર  સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેની મદદથી મતદાન મથકો પર નિગરાની રાખવામાં આવી રહી છે.


જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહના  માર્ગદર્શન હેઠળ આ સીસીટીવી દ્વારા થતાં વેબકાસ્ટિંગ પર નજર રાખવા માટે કલેક્ટર કચેરી ખાતે વેબકાસ્ટિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી સમગ્ર જિલ્લામાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરા દ્વારા મિનિટ ટૂ મિનિટ અને સેકન્ડ ટૂ સેકન્ડ જોઈને વૉચ રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વેબકાસ્ટિંગ રૂમ ખાતેથી તમામ ૧૨૭૮ મતદાન મથકો  પર લાઈવ વેબકાસ્ટિંગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 


નિવાસી અધિક કલેક્ટર ડો.બી.એસ.પ્રજાપતિએ સમયાંતરે વેબકાસ્ટિંગ રૂમની મુલાકાત લઈ સમગ્ર ગતિવિધિ પર નજર રાખી રહ્યાં છે અને જરૂર જણાયે કંટ્રોલ રુમ ખાતેથી જરૂરી વિગતો મેળવી સ્થળ પર હાજર ફરજ પરના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી રહી છે. 
વેબકાસ્ટિંગ રૂમ પરના અધિકારીશ્રીઓ દ્વારા કંઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ જે-તે વિસ્તારના મતદાન બૂથ પર પ્રિસાઈડિંગ ઓફિસરનું ધ્યાન દોરવામાં આવે છે.વેબકાસ્ટિંગ સિસ્ટમ ત્રીજી આંખ સમાન બની રહી છે.

Reporter: News Plus

Related Post