વડોદરા શહેરમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલું છે. ત્યારે એક તરફ ઘોમઘખતા તાપમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યાં છે. ચૂંટણી ટાણે મતદાન મથક બહાર બુથ પર બેઠેલા લોકોને નાસ્તો ચા પીવડાવવાની એક પ્રથા છે. ત્યારે સ્વાભાવિક છે કે, આસપાસના લોકોને પણ ચા નાસ્તો કરાવવામાં આવે છે. તેવામાં બટાકા પૌઆ ખાધા બાદ 10થી 15 બાળકોને ફુડ પોઇઝનિંગની અસર થતાં તાત્કાલીક સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
મળતી માહિતી અનુસાર, ફતેગંજ પોલીસ સ્ટેશન સામે સુર્યનગર જ્યાં બુથ પર બટાકા પૌઆનુ વિતરણ કરાવમાં આવી રહ્યું હતુ. તે સમયે આસપાસમાં રહેતા શ્રમિકો અને તેમના બાળકો બટાકા પૌઆ ખાવા પહોંચી ગયા હતા. જે બાદા અચાનક તેમની તબીયત તથડતા 10થી 15 બાળકોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યાં છે.
જ્યાં હોસ્પિટલમાં હાલ તમામ બાળકોને તાત્કાલીક સારવાર આપવામાં આવી રહીં છે.
Reporter: News Plus