જિલ્લાના ડભોઇ નગર ખાતે બેન્ક ઓફ બરોડાના ત્રણ ધારકોના ખાતામાંથી 11.33 લાખની ઉચાપત થઇ હોવાની ફરિયાદ થઈ છે. ખાતાધારકોની બોગસ સહી કરનાર ચાર સામે ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇ ઝારોલા વગામાં રહેતા 62 વર્ષના અતુલ નવનીત ગાંધી વેપાર કરે છે. તેમણે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ડભોઇ બેંક ઓફ બરોડામાં તેઓ આદર્શ નિકેતન સંગીત વિદ્યાલય નામે ખાતુ ધરાવે છે. તે જ રીતે રમણીકલાલ રતિલાલ શાહ, ગીતાબેન રમણીકભાઈ શાહ, શર્મિષ્ઠાબેન કૃષ્ણલાલ શાહ મળી 3 વ્યક્તિ પોતાનું ખાતું ધરાવે છે.
ગાંધીનગર સિલિકોટા વિસ્ટામાં રહેતા સંદીપકુમાર અને એસકે એન્ટરપ્રાઇઝના માલિક તેમજ કરણ કુમાર દીપકભાઈ ભટ્ટ અને કેતુ એકઝીમ પ્રાઇવેટ લિમિટેડના માલિકે યેનકેન પ્રકારે ત્રણેય ખાતાધારકોના ચેક મેળવી લીધા હતા. અને ખાતાધારકોની જાણ બહાર તેમની ખોટી સહી કરી તેમાં ખોટી રકમ લખી અને ત્રણેયના ખાતામાંથી એક સપ્ટેમ્બર 2023 થી 16 ડિસેમ્બર 2023 દરમિયાન ટુકડે ટુકડે રૂ.11,35,000 ઉપાડીને ઉચાપત કરી હતી. તેથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
Reporter: News Plus