News Portal...

Breaking News :

વડોદરા શહેરમાં ફરેલા સફાઇના સાવરણાએ કાઢ્યો ૧૬૦૦ મેટ્રિક ટન કચરો

2024-09-01 19:53:41
વડોદરા શહેરમાં ફરેલા સફાઇના સાવરણાએ કાઢ્યો ૧૬૦૦ મેટ્રિક ટન કચરો


વડોદરા શહેર ઉપર આવેલી આપદાની અસર ઓસર્યા બાદ સફાઇ કામગીરી પૂરજોશમાં આરંભવામાં આવી છે. શહેરમાં ફોગિંગ ઉપરાંત ડસ્ટિંગની કામગીરી પણ સમાંતરે કરવામાં આવી રહી છે. 


ત્રીજા દિવસે ૧૬૦૦ મેટ્રિક ટન કચરો કાઢવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કરેલી તાકીદને પગલે વડોદરા મહાનગરમાં રાહતના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં સફાઇ, આરોગ્ય, વીજળી અંગેના કામોનો પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તદ્દાનુસાર સઘન સફાઈ ઝુંબેશની કામગીરીમાં અલગ અલગ પ્રકારની કુલ ૬૬૨ મશીનરી ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વીપર મશીન, સકશન મશીન કામગીરી અર્થે આપવામાં આવ્યા છે. દક્ષિણ ઝોનમાં દંતેશ્વર, ઘાઘરેટિયા, વનલીલા સોસાયટીથી સુબોધનગર, માંજલપુર સ્મશાન રોડ, વિશ્વામૈત્રી ફાટક રોડ, પ્રમુખ બંગલો, ખોડલપ્રસાદ મકરપુરા ગામના આસપાસનો વિસ્તારમાં સ્વચ્છતા સૈનિકોના સાવરણા ફરી વળ્યા હતા.


પશ્વિમ ઝોનમાં પરશુરામ ભઠ્ઠો ઉપરાંત ઉત્તર ઝોનમાં ભગીરથ સોસાયટી, અંબિકાનગર, એકતાનગર શાકમાર્કેટ, પરમાત્મા પાર્ક, સુંદરવન, લાલજી કૂઈ, સરદાર ભુવન, ખત્રી પોળ, સલાટવાડા શાકમાર્કેટ, અણુસ્તુ ટેકરી, મામાની પોળ, કાપડી પોળ, મહાવીર સ્વામિની પોળ, મચ્છીપીઠ, કલ્યાણનગર, બ્રાઇટ સ્કૂલ, હરણી મોટનાથ રોડ, વેમાલી, રિધમ મેઇન રોડ, ડેરીડેન સર્કલથી સૂર્યા પેલેસ, સયાજીગંજ એરિયા, બી. બી. સી. ટાવર રોડ વિસ્તારને ચોખ્ખા કરાયા હતા.

Reporter: admin

Related Post