શહેરના ઠેકરનાથ સ્મશાનથી ગધેડા માર્કેટ ચાર રસ્તા તરફના માર્ગની સાઈડમાં કરવામાં આવેલી પેવર બ્લોકની કામગીરીમાં રીતસરની વેઠ ઉતારવામાં આવી હોય એવો ઘાટ સર્જાયો છે.
કોર્પોરેશનના અધિકારીઓ પણ જાણે કામ આપીને છૂટા થઈ ગયા હોય એવુ વર્તન કરી રહ્યા છે. 1.30 કરોડ રૂપિયાના જંગી ખર્ચે નાંખવામાં આવી રહેલા પેવર બ્લોકની ગુણવત્તા પણ બરાબર હોય એવુ લાગતુ નથી. જેથી પેવર બ્લોકના કામનો વિરોધ શરૂ થયો છે.શહેરના કિસનવાડી વિસ્તારમાં આવેલા ઠેકરનાથ સ્મશાનથી ગધેડા માર્કેટ વચ્ચેના રોડ પર 1.30 કરોડ રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાંખવાની કામગી હાથ ધરવામાં આવી છે. પણ પેવર બ્લોક નાંખવાની કામગીરીની ગુણવત્તા બરાબર નહીં હોવાની બૂમો ઉઠી રહી છે.
પેવર બ્લોકની કામગીરીને જોતા એવા આરોપ લાગી રહ્યા છે કે, તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. ઈજારદારને છાવરતા હોય એવી રીતે એક પણ અધિકારી ત્યાં વિઝિટ કરવા તૈયાર નથી. અલબત્ત, થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન પણ થતુ નથી. આવા સંજોગોમાં ભ્રષ્ટાચારને ખુલ્લો દોર મળ્યો હોય એવુ લાગી રહ્યુ છે. ખેર, ઠેકરનાથથી ગધેડા માર્કેટ વચ્ચેની પેવર બ્લોકની કામગીરીનું ઈન્સ્પેક્શન કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
Reporter: News Plus