વડોદરા શહેરમાં ફાયર વિભાગ દ્વારા રાજકોટની દુર્ઘટના બાદ વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે અનેક વિસ્તારમાં એકમોને સીલ મારવામાં આવ્યા છે. ગુરુવારના રોજ અનેક સો મિલને પણ સીલ કરવામાં આવી હતી. ત્યારે સો મિલ એસો. દ્વાર શુક્રવારે મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેઓએ સમય આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
વડોદરા મ્યુનિસિપલ કમિશનરના આદેશથી ફાયર વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર એનઓસી માટેની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમાં ગુરુવારે .મકરપુરા, ગોરવા સહિતના વિસ્તારોમાં કેટલાક સો મિલ ઉપર ચકાસણી કરવામાં આવી હતી. લાકડાના પીઠામાં જ ફાયર સેફટીના સાધનોની સુવિધા યોગ્ય ન હોવાથી તેને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે મામલે વડોદરા સો મિલ એસો. દ્વારા શુક્રવારના રોજ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને તેઓને થોડો સમય આપવાની માગ કરી હતી. જો કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ તેઓની રજૂઆત સાંભળી તેઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.
Reporter: News Plus