સાવલી ફાયર વિભાગ દ્વારા પણ રાજ્ય સરકારના આદેશ બાદ શહેરના વિવિધ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ તથા હોટલોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. અને જ્યાં ફાયર સુવિધાના સાધનો ન હોય ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં જયારે કોઈ એક ઘટના બને ત્યાર બાદ સમગ્ર રાજ્યનું તંત્ર સાબદું થઇ જાય છે.
અને આખું વર્ષ જે કામગીરી ન કરી હોય તે માત્ર ગણતરીના દિવસોમાં કરી દેવામાં આવે છે. વડોદરા શહેર જિલ્લાનો પણ કઈં આવો જ હાલ છે. વડોદરા મહાનગરમાં છેલ્લા પાંચ દિવસથી ફ્રાયર વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી ખાતે પણ ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સાવલીમાં હોસ્પિટલો, કોમ્પલેક્ષ, શોપિંગ સેન્ટરો . હોટલ માં ચેકીંગ હાથ ધરવામાં.આવ્યું.વડોદરા ફાયર સ્ટેશન ઓફિસર અભિષેક સાવંત તથા તેઓની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં સાવલી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ જોડાયા હતા.
અને જેઓ પાસે ફાયર એનઓસી ન હતા અથવા તો ફાયર સેફટીના પૂરતા સાધનો ન હતા તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
Reporter: News Plus