વડોદરા: ગુજરાતના કહેવાતા ઝાંબાઝ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો ખાસ મિત્ર વિકાસ આહિર નામનો અસામાજિક તત્વ સુરતમાં પચાસ લાખ રૂપિયાના MD ડ્રગ્સ સાથે રંગેહાથ પકડાયો છે.
સુરત ઓયો હોટલમાંથી એમ.ડી ડ્રગ્સ સાથે પકડાયેલા યુવાનના નિવેદનમાં ડ્રગ્સ ગોરખધંધામાં ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિંદુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહીર સામેલ હોવાનું બહાર આવ્યું છે. વિકાસ ગૃહરાજ્ય મંત્રીના મતવિસ્તાર મજુરા વિસ્તારમાં કાર્યકર છે. આ ડ્રગ્સ ડિલરના ગૃહમંત્રી, પ્રદેશ પ્રમુખ, લિંબાયતના ધારાસભ્ય, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
જ્યારે ટેગલાઈનો અપાઈ છે, સાવધાન ભાજપને ઓળખો. આ ડ્રગ્સ ડિલર છે. ગુજરાતમાં તમામ અપરાધીઓ ભાજપના કાર્યકર્તા છે.આ ડ્રગ પેડલર વિકાસ આહિર સાથે ડ્રગના ધંધામાં તેના ભાગીદારો અઝીઝ ખાન તેમજ મહમદ રેહાન તેમજ જાવેદ નામના આરોપીની પણ ધરપકડ થઈ છે. નકલી હિન્દુત્વનો ઝંડો લઈને હિંદુઓનાં છોકરાઓને ડ્રગના રવાડે કોણ ચઢાવે છે તે હવે જગ જાહેર થઈ ગયું છે.
Reporter: admin