પ્રમુખ બઠ્ઠી તલવાર લઇ ને સેના વગર લડી રહ્યા છૅ..
ઉપ પ્રમુખ, મહામંત્રી સહીત વિવિધ મોર્ચા સેલની નિમણુંક બાકી, પ્રમુખ જૂની બોડી સાથે કેવી રીતે કામ કરી શકે.
વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રસિક પ્રજાપતિની તો નિમણુક થઇ ગઇ પણ હજુ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મહામંત્રીઓ અને વિવિધ મોરચા સેલની નિમણુક થઇ નથી અને તેના કારણે હાલ તો એવી પરિસ્થિતી છે કે પ્રમુખ રસિક પ્રજાપતિ બુઠ્ઠી તલવાર લઇને રાજકારણના મેદાનમાં હરીફો સામે લડી રહ્યા છે. આવી જ સ્થિતી શહેર ભાજપમાં પણ છે.જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિ ગમે ત્યારે સંગઠનમાં નિમણુકો કરશે તેવું લાગતાં હવે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટે મહામંત્રી બનવા માટે પોતાનું લોબિંગ શરુ કરી દીધું છે અને રસિક પ્રજાપતિને સમજાવાથી માંડીને તેના ટેકેદારો દ્વારા તેના નામના સુચનો કરવામાં આવી રહ્યા છે
પણ જો દર્શીત બ્રહ્મભટ્ટની નિમણુક થશે તો જિલ્લા ભાજપમાં ભડકો થશે અને ઉગ્ર વિરોધ થશે તેવી ચર્ચા હાલ જિલ્લા ભાજપમાં વેગ પકડી રહી છે . દર્શીત બ્રહ્મભટ્ટના નામ સામે જિલ્લા ભાજપના મોટાભાગના નેતાઓ અને કાર્યકરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને જો તેની પસંદગી થશે તો ઉગ્ર વિરોધ થશે તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે રસિક પ્રજાપતિએ અગાઉ તાલુકામાં પણ જે નિમણુકો કરેલી હતી તેમાં ઉગ્ર વિરોધ થયો હતો કારણ કે જેમની નિમણુક કરાઇ હતી તે તો ભાજપના પ્રાથમિક સભ્ય પણ ન હતા જેથી હવે રસિક પ્રજાપતિ માટે દર્શીત બ્રહ્મભટ્ટની પસંદગી કરવી મુશ્કેલ બની રહેશે. જિલ્લા ભાજપમાં દર્શીત સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. અલગ અલગ મોરચામાં પણ નિમણુકો બાકી છે જેથી તમામ કાર્યકરોની નજર હવે ક્યારે નિમણુક કરાય છે તેના પર રહી છે.
Reporter: admin







