News Portal...

Breaking News :

નવા શહેર પ્રમુખના રાજમાં સ્થાયીમાં તમામ દરખાસ્તો સડસડાટ મંજૂર

2025-07-26 10:15:10
નવા શહેર પ્રમુખના રાજમાં સ્થાયીમાં તમામ દરખાસ્તો સડસડાટ મંજૂર


કોર્પોરેશનની સ્થાયી સમિતીની બેઠક મળી હતી જેમાં 7 કામોની દરખાસ્ત મંજૂર કરાઇ છે. નવા શહેર પ્રમુખ આવ્યા પછી તો હવે સ્થાયીમાં સડસડાટ તમામ દરખાસ્તો મંજૂર થઇ જાય છે જેથી સ્થાયીના સભ્યો તથા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ખુશ જણાઇ રહ્યા છે કે તેમના માનીતા કોન્ટ્રાક્ટરોને કરોડોના કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. 


આજે ખાસ કરીને વોર્ડ નંબર 17 સુસેન સર્કલથી બરોડા ડેરી સર્કલ તરફ જતા ફોનિક્ષ ઇન્સ્ટીટ્યુટ પાસે સુસેન પંપીંગ સ્ટેશનમાં જતી મુખ્ય ડ્રેનેજ નળીકાના ભંગાણની કામગિરીની દરખાસ્ત કરાઇ છે તો ડ્રેનેજ પ્રેશરલાઇન રીપેરીંગ અને મેઇન્ટેનન્સના કામે કોન્ટ્રાક્ટર ભાવિન એન્ટરપ્રાઇઝને 27 ટકા વધુ રકમમાં 30 લાખમાં 10 લાખનો વધારો કરવાની દરખાસ્ત  મંજુર કરાઇ છે. આ ઉપરાંત કોર્પોરેશનના ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે યુનિફોર્મ ખરીદવા માટે દરખાસ્ત મંજુર કરાઇ છે તો વિવિધ વોર્ડ શાખા માટે વાર્ષિક ઇજારાથી જરુરી ચુનાની ફાંક ખરીદવાની મંજૂર થયેલ ભાવપત્રકની બાકી રહેલા રકમ 33,45000 રુપિયાની વધુ ખરીદી કરવાની અને કોન્ટ્રાક્ટરની મુદતમાં ત્રણ માસનો વધારો કરવાની દરખાસ્ત મંજુર કરાઇ છે. 


વહિવટી વોર્ડ ઉત્તર ઝોન વોર્ડ નંબર 13 માટે પાણીની નળીકાની નિભાવણીનો નવો વાર્ષીક ઇજારો 25 લાખની નાણાંકિય મર્યાદામાં કરવાનો ઇજારો આપવાની દરખાસ્ત મંજુર કરાઇ છે. ઉપરાંત શહેરના મુખ્ય રસ્તાઓ પર નવી સેન્ટ્રલ સાઇડ લાઇટીંગ કરવા તથા નિભાવણી માટે વાર્ષિક ઇજારાથી કેબલ ખરીદવાના કામને મંજૂર કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ છે તો વોર્ડ નંબર 11માં પશાભાઇ પાર્કના ટીપી રસ્તે વરસાદી ગટર નાખવાના કામને મંજુર કરવાની પણ દરખાસ્ત મંજૂર કરાઇ છે.

Reporter: admin

Related Post