News Portal...

Breaking News :

અમદાવાદ ફાયર બ્રિગેડમાં નોકરી મેળવનારા ચાર અધિકારીઓને હાઇકોર્ટના હુકમ બાદ છૂટા કરવાનો આદેશ

2025-07-26 10:10:48
અમદાવાદ ફાયર બ્રિગેડમાં નોકરી મેળવનારા ચાર અધિકારીઓને હાઇકોર્ટના હુકમ બાદ છૂટા કરવાનો આદેશ


ખોટા સ્પોન્સર શિપ પત્રના આધારે નાગપુર ફાયર કોલેજમાં પ્રવેશ...કેપ




જો હાઇકોર્ટ દ્વારા સિવિલ ડિફેન્સ માં ખરાય કરવામાં આવે તો બાકી ના ઉમેદવારોની સામે સ્પોન્સરશિપ ની હકીકત સામે આવી શકે. ઉલ્લેખનીય છૅ કે હાઇકોર્ટ દ્વારા આ તમામ ઉમેદવારોને તેઓ એ સ્પોન્સરશિપ મેળવ્યા ની સંસ્થા માં નોકરી કરી છૅ કે નહિ એનો એફેડેવિટ કરવાનો હુકમ કર્યો છૅ. જો હાઇકોર્ટ સિવિલ ડિફેન્સ ને પત્ર લખી ખરાય કરે તો હકીકત સામે આવે. અમદાવાદ ફાયર બ્રિગેડમાં ખોટા સ્પોન્સરશિપ પત્ર રજૂ કરીને સબ ઓફિસરની પરીક્ષા આપી અજમાયશી સહાયક સ્ટેશન ઓફિસર બની જનારા 4 અધિકારીઓ ને ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ નોકરીમાંથી છુટા કરવાનો આદેશ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાયો છે. જેના પગલે રાજ્યભરના ફાયર બ્રિગેડ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 


સમગ્ર મામલાની મળેલી માહિતી મુજબ અમદાવાદ ફાયર બ્રિગેડ માં ફરજ બજાવતા અજમાયશી સહાયક સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા સુધીર દાદુભાઇ ગઢવી તથા અજમાયયશી સહાયક સ્ટેશન ઓફિસર તરીકે ફરજ વધાવતા મેહુલ ભરતભાઈ ગઢવી તથા અજમાયશી સહાયક સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા શુભમ અમીરદાન ખડિયા તથા અજમા યશી સહાયક સ્ટેશન સબ ઓફિસર તરીકે ફરજ બજાવતા આસિફ અહેમદ મોહમ્મદ હનીફ શેખ સહિત આ ચારે અધિકારીઓએ બિનઅધિકૃત તથા ખોટા સ્પોન્સર શિપ પત્રોના આધારે નાગપુર કોલેજમાં  ખોટી રીતે પ્રવેશ મેળવીને સબ ઓફિસરની પરીક્ષા પાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ માં અજમાયાયશી  સહાયક સ્ટેશન ઓફિસર તરીકે નોકરી મેળવી હોવાનું બહાર આવ્યા બાદ મહાનગરપાલિકાએ તેમને  નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય કર્યો હતો. જેની સામે આ અધિકારીઓ હાઇકોર્ટમાં ગયા હતા હાઇકોર્ટે પહેલા  આ અધિકારીઓ ની તરફેણમાં ચુકાદો આપતા અમદાવાદ કોર્પોરેશન એ ફરીથી હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા અમદાવાદ કોર્પોરેશન ની તરફેણમાં ચુકાદો આપતા તેના આધારે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરે  ફાયર વિભાગના આ 4 અધિકારીઓને તાત્કાલિક છૂટા કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે બોગસ પ્રમાણપત્રોના આધારે ફાયર બ્રિગેડમાં મોટા પ્રમાણમાં નોકરી મેળવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું આ બનાવથી ફલિત થાય છે

Reporter: admin

Related Post