News Portal...

Breaking News :

ગિફ્ટ સીટીમાં ટેકનો પાર્ટીમાં યુવાઓ ડ્રગ્સ-ગાંજાનું સેવન કરતા હોવાની ચર્ચા

2024-07-26 10:58:35
ગિફ્ટ સીટીમાં ટેકનો પાર્ટીમાં યુવાઓ ડ્રગ્સ-ગાંજાનું સેવન કરતા હોવાની ચર્ચા


ગિફ્ટ સીટી : ગુજરાતમાં મોટું વિદેશી રોકાણ આવશે તેવી ગુલબાગો હેઠળ સરકારે જ ગિફ્ટસીટીમાં દારૂ પીવાની છૂટ આપી છે જેના પગલે ગિફ્ટસીટી કલબમાં મેમ્બરશીપ વધી રહી છે. ગિફ્ટસીટીમાં નોકરી કરવામાં પણ યુવાઓ રસ દાખવી રહ્યા છે.


અત્યાર સુધી દારૂની મહેફિલો જામતી હતી. પણ હવે મહાત્મા ગાંધીજીનું ગુજરાત ગોવા બનવા તરફ આગળ વધી રહ્યુ છે. ચર્ચાઓ માંથી જાણવા મળ્યું હતું કે, ગત તા. 20-21મી જુલાઈના રોજ ગિફ્ટસિટીમાં 'નાઈટવેવ' નું આયોજન કરાયુ હતું. ડીજેના તાલે ડીમલાઈટ માહોલમાં યુવક-યુવતીઓ મસ્ત થઈને ઝૂમ્યા હતા.ગિફ્ટસિટીમાં દારૂની છુટ અપાઈ છે પણ ડ્રગ્સની છૂટ ક્યાં અપાઈ છે? તેવા સવાલ ઊઠ્યાં છે. દારૂની છૂટ બાદ યુવાઓને ડ્રગ્સના રવાડે ચડાવવા માટે ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સામાન્યરીતે ટેકનો પાર્ટી ગોવાની આગવી ઓળખ છે, જેમાં યુવાનો ડ્રગ્સનો નશો માણીને મજા લેતા હોય છે. કંઈક આ જ થીમ પર આયોજિત આ ટેકનો પાર્ટી યોજાઈ હતી. મધરાત સુધી પાર્ટીમાં નશો માણીને યુવાઓ રીતસર છાકટાં બન્યા હતા. 


પાર્ટીની થીમ-સ્ટાઈલ જોઈને એવો પ્રશ્ન ઉઠ્યો કે, મહાત્મા ગાંધીનું શું આ ગુજરાત છે. આ ટેકનો પાર્ટી મામલે પોલીસને ખબર નહી હોય? પોલીસ પાસે થી કોઈ પરવાનગી લીધી હતી કે નહીં.આ ઘટનાની જાણ થતાં વાલીઓ ચિંતિત થયાં છે કેમ કે, જો આ જ પરિસ્થિતી રહી તો, ગુજરાત તેની આગવી ઓળખ ગુમાવી દેશે. સાથે સાથે આ ટેકનો પાર્ટી થકી ગુજરાતના યુવાઓ ડ્રગ્સના રવાડે ચડી જશે. રાજકીય પક્ષોએ પણ આરોપ મૂક્યો છે કે, ગિફ્ટસીટીમાં ટેકનો પાર્ટીના નામે ડ્રગ્સ પાર્ટી યોજવામાં આવી હતી. આવી પાર્ટીમાં યુવાઓ ડ્રગ્સ-ગાંજાનું સેવન કરે છે. આ જોતાં ગિફ્ટસીટીમાં આવી ટેકને પાર્ટી પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

Reporter: admin

Related Post