વડોદરા: શહેર નજીક આવેલા ભણિયારા ગામના સ્મશાનમાં લીમડાના ઝાડની ડાળીએ લટકીને યુવાને આત્મહત્યા કરી હતી.
સ્મશાનમાં અંતિમ વિધિમાં ઉપયોગમાં લેવાતી રામ રામ લખેલી પીળા કલરની ચાદરથી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનારનું નામ કાળુ કરસન રાઠોડિયા ઉંમર વર્ષ 35 જાણવા મળ્યું હતું.
વાઘોડિયા તાલુકાના પીપડીયા ગામનો મૂળ રહેવાસી કાળું રાઠોડિયા હાલ ભણીયારા પાસે આવેલી રજવાડી એન્ટરપ્રાઇઝ ખાતે રહેતો હતો તેણે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે અંગે ચરોત પોલીસે તપાસ હાથ ધરી છે.
Reporter: News Plus