News Portal...

Breaking News :

વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે આજે પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજના મનોરથ સ્વરૂપે ઠાકોરજીને રથમાં પધરાવી રથયાત્રાના વૈષ્ણવોને દર્શન આપ્યા.

2024-07-07 14:01:04
વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે આજે પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજના મનોરથ સ્વરૂપે ઠાકોરજીને રથમાં પધરાવી રથયાત્રાના વૈષ્ણવોને દર્શન આપ્યા.


પુષ્ય નક્ષત્રમાં અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે યશોદાજી દ્વારા ઠાકોરજીને રથમાં બેસાડવામાં આવે છે અને દરેક વ્રજવાસીના મનોરથ પૂરા કરવા દરેકના ગૃહે આ રથને લઈ જવામાં આવે છે. 


સામાન્ય રીતે ઠાકોરજીને ઘોડા વિનાના રથમાં બેસાડવામાં આવે છે કારણ કે પ્રભુ બાલસ્વરૂપ હોવાથી ઘોડાથી ડરી જાય છે. જ્યારે પ્રભુનું સ્વરૂપ કિશોર ભાવના નું હોય ત્યારે જ તેમના રથને ઘોડા બાંધવામાં આવે છે પ્રભુ અને સ્વામીનીજી ને  સખીઓ થી ઘેરાયેલા રથમાં બેસાડવામાં આવે છે અને તેઓના બે સખા ઘોડાનું સ્વરૂપ ધારણ કરી રથ ખેંચે છે. રથયાત્રાનો ખરા અર્થમાં પ્રારંભ ક્યારે થયો ગણાય છે જ્યારે ભગવાન જગન્નાથજી ને રથમાં બેસાડી તેના જન્મ સ્થળ જનકપુર લઈ જવામાં આવે છે. પ્રભુના રથમાં 16 પૈડા હોય છે જ્યારે  બલદેવજીના રથમાં 12 પૈડા અને સુભદ્રાજીના રથમાં 8 પૈડા હોય છે 


એક દિવસ ગુસાઈજી પ્રભુ જગન્નાથજી ની યાત્રામાં ગયા કે જ્યાં પ્રાચીન સમયથી આ મનોરથની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે પ્રભુ એ ગુસાઈજીને આ જ મનોરથ પુષ્ટિ માર્ગમાં ઉજવવાનું કહ્યું અને તેથી જ્યારે પુષ્ય નક્ષત્ર દેખાય છે ત્યારે આ શુભ દિવસે આ મનોરથ ઉજવવામાં આવે છે. ગુસાઇજી દ્વારા શરૂ કરવામાં આવેલ આ મનોરથ ક્રમ અંતર્ગત આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માં પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદય દ્વારા પ્રભુ ને રથમાં પધરાવીને રથયાત્રાનો મનોરથ કરવામાં આવ્યો . અસંખ્ય વૈષ્ણવોએ આ અલભ્યદર્શનનો લાભ લીધો.

Reporter: News Plus

Related Post