સદીઓથી જગતના નાથ જગન્નાથજીની રથયાત્રાઓ સમગ્ર દેશમાં અતિ ઉલ્લાસ અને ધામધૂમથી નગરો/ શહેરોમાં વિહાર કરે છે. આ રથયાત્રાઓ સાથે મગ અને જાંબુ નો પ્રસાદ પર્યાય છે. આ પ્રસાદ જ પુરવાર કરે છે કે આપણા પૂર્વજો કહેવાતા હતા રૂષિ પરંતુ તેઓ મહાન વૈજ્ઞાનિકો જ હતા. અષાઢી બીજ એટલે ચોમાસું આ રૂતુ માં આંખના રોગો ની સમસ્યા સહજ હોય છે. આ આંખના રોગો ને શાતા માટે મગ અને જાંબુ નૈસર્ગીક ઉપચાર છે તેવું આજનું તબીબી વિજ્ઞાન પણ સ્વિકારે છે.
આજના પવિત્ર રથયાત્રા ના પર્વે ભારતીય સનાતન સંસ્કૃતિના રથને નવખંડ ધરા માં વિહાર કરાવનાર પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે આજે પૂજ્ય સંતો દ્વારા જાબુવન ઉભું કરી જાંબુ નો અન્નકૂટ મહોત્સવ કરવામાં આવ્યો હતો
...
Reporter: News Plus