News Portal...

Breaking News :

૧૦૫ વર્ષીય જૈન મુનિ વિનયરત્ન વિજયજી તથા વિશ્વેન્દ્રવિજય મહારાજ નો સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સ

2024-07-07 12:30:33
૧૦૫ વર્ષીય જૈન મુનિ વિનયરત્ન વિજયજી તથા વિશ્વેન્દ્રવિજય મહારાજ નો સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સ


આજે અષાઢી બીજ ના દિવસે શહેર ના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ ખાતે આવેલ ઉમા ચાર રસ્તાથી સામૈયાં નો પ્રારંભ થયો હતો .


જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનો માં ચાતુર્માસ નું સવિશેષ મહત્વ ભગવાને બતાવ્યું છે તેથી દરેક મોટા જૈન સંઘો માં સાધુ સાધ્વીજી ભગવંતો ને ચાતુર્માસ માટે વિનંતી કરી ભવ્યાતિભવ્ય પ્રવેશ કરાવતા હોય છે. સૌભાગ્ય લક્ષ્મીવૃદ્ધિ જૈન સંઘ ના પ્રમુખ મનિષભાઇ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘ માં વલ્લભસુરી સમુદાય ના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ના આજ્ઞાનુંવર્તી ૧૦૫ વર્ષ ના વિનયરત્ન વિજયજી મહારાજ તથા મૌન સાધક વિશ્વેન્દ્રવિજય મહારાજ સાહેબ તથા સાધ્વીજી નયપ્રજ્ઞાજી તથા પ્રશમરત્નાજી આદીઠાણા સાત મહારાજ સાહેબ નો આજે બેન્ડ બાજા સાથે ભવ્યાતિભવ્ય પ્રવેશ ઉમા ચાર રસ્તા થી પ્રારંભ થયો હતો. અને વાજતે ગાજતે નવગ્રહ આદિનાથ ભગવાન ના જિનાલય પધાર્યા હતા. સામૈયા દરમિયાન "વિજય વલ્લભસુરી અમર રહો," જબ તક સુરજ ચાંદ રહેગા વલ્લભ તેરા નામ રહેગા" ના નારા થી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.


દરમિયાન માં સંઘ ના મહામંત્રી રશ્મિકાંત શાહે જણાવ્યું કે અમારાં સંઘ ના પાઠશાળા ના બાળકો વિશિષ્ટ પોશાક ધારણ કરી જૈન શાસન ધ્વજ અષ્ટ મંગલ, ભગવાન ની માતા ને આવેલ ૧૪ સ્વપ્નો તથા સૌભાગ્ય લક્ષ્મી તથા સખી સ્નાત્ર મંડળ તથા સામાયિક મંડળ ની મહિલાઓ માથે મંગલબેડા મુકી જોડાયા હતા. ૧૦૫ વર્ષ ના જૈન મુનિ આજીવન આયંબિલ તથા એકાસણા કરી કાયમ ઠામ ચૌવિહાર કરનાર મુનિ વિનયરત્ન વિજયજી મહારાજ તથા મુની વિશ્વવેન્દ્ર વિજય મહારાજ સાહેબે નવગ્રહ જિનાલય માં આદિનાથ ભગવાન નું ચૈત્યવંદન કરી શુભ મુહૂર્ત માં ગુરુ ભગવંતો નો પ્રવેશ ખુબ જ ધામધુમથી સંઘ દ્વારા કરાવવામાં આવ્યો હતો.આજે સામૈયાં બાદ વિશ્વેન્દ્રવિજય મહારાજ સાહેબે ખુબ જ ભાવવાહી વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ સાધુ સાધ્વીજી ભગવંતો ને ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે પરંપરા મુજબ કામળી વહોરાવી હતી.તથા સંઘ ના બાળકો તથા બાલિકાઓ એ સુંદર નૃત્ય કરી ગુરુ ભગવંતો ની વધામણી કરી હતી.વધુ મા સંઘ ના અગ્રણી કલ્પેશભાઈ શાહે જણાવ્યું હતું કે ૬૮ કળશ સાથે નવકાર પીઠિકા નું સ્થાપન ગુરુ ભગવંતો દ્વારા વિવિધ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે.તેના ઉપર સંઘના સભ્યો દ્વારા નમસ્કાર મહામંત્ર નો જાપ રોજ કરાવવામાં આવશે.કુલ ૬૮ આયંબિલ પણ સંઘ માં કરાવવામાં આવશે એમ સંઘના ટ્રસ્ટી નિલેશભાઈ ચુડગરે  જણાવ્યું હતું ત્યારબાદ સંઘ નવકારશી યોજાઇ હતી.


Reporter: News Plus

Related Post