ગામમાં થયેલ વિકાસના કામો, ગામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની જાણકારી લઇ કામગીરીની સમીક્ષા કરાઈ
રાત્રી સભા દરમ્યાન કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા જિલ્લામાં ચાલતી સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગામજનો સાથે વિવિધ વિભાગોની કામગીરીની અંગેની ચર્ચા - વિચારણા પણ કરવામાં આવી હતી.ઉપરાંત ગામના થયેલ વિકાસના કામો, ગામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની જાણકારી લઇ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જે દરમ્યાન દાહોદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા ગ્રામજનોની રજુઆતોનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.
રાત્રી સભા પૂર્ણ થયા બાદ દાહોદ કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા પેથાપુર ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લેવામાં આવી હતી જે દરમ્યાન ત્યાંની દફતર ચકાસણી કરવામાં આવી હતી.
કલેકટરશ્રી દ્વારા ઝાલોદ મામલતદાર કચેરીની પણ મુલાકાત લેવામાં આવી હતી. જે દરમ્યાન કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત થકી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઝાલોદ મામલતદાર કચેરીની વિવિધ શાખાઓના કર્મચારીઓને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સંબંધિત સુચનાઓ પણ આપવામાં આવી હતી.
રાત્રી સભા દરમ્યાન ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ. કે. ભાટિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે. એચ. ગઢવી, ઝાલોદ મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર, ચાકલીયા પી.એસ.આઇ.શ્રી જે. કે. રાઠોડ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ભાભોર સહિત અન્ય સંબંધિત અધિકારીઓ તેમજ પેથાપુર સરપંચ રાજેશભાઈ ગરાસીયા, જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ શીતલ વાઘેલા, ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.
Reporter: News Plus