News Portal...

Breaking News :

વડોદરાના યુવાન દેવ પટેલ એ ફરી એકવાર ૩૫ કિલોમીટર કડકડતી ઢંડીમાં કરી ખરી ચડાઈ

2025-07-01 15:08:43
વડોદરાના યુવાન દેવ પટેલ એ ફરી એકવાર ૩૫ કિલોમીટર કડકડતી ઢંડીમાં કરી ખરી ચડાઈ


વડોદરા ના યુવાન દેવ પટેલ એ ફરી એકવાર ૩૫ કિલોમીટર કડ કડ તી ઢંડી માં ખરી ચડાઈ અને ભયાનક ખીણો ,પહાડો ઝરણા, વરસાદ,ગિલેસિયર પાર કરીને ૧૪૧૦૦ ફૂટ (૪૨૭૦ મીટર) ઊંચા હિમાચલ પ્રદેશમાં આવેલા હમતા પાસ ટ્રેક કરીને એની ટોચ પર જઈને ભારત નો ધ્વજ ફરકાવ્યો ગયા વરસે પણ એમને માઈનસ ૧૦ ડિગ્રી માં ૪૮ કિલોમીટર નો ટ્રેક કરીને ૧૩૮૫૦ ફૂટ સરપાસ ટ્રેક પર જઈને ભારત નો ધ્વજ લહેરાવ્યો હતો જેમાં તેમની મદદ ગ્રીનટ્રેલ ટ્રેક જે વડોદરા ની એક સારી



ટ્રેકિંગ કંપની જે લોકો ને ઓલ ઇંડિયા માં ટ્રેકિંગ કરાવે છે અને પ્રકૃતિ સાથે અવગત કરાવે છે
દેવ પટેલ એ આવી ઘણી સિદ્ધિ ઓ મેળવી છે જેમાં તેઓએ અત્યાર સુધી ૧૦૯ વાર રક્તદાન કર્યું છે અને પોતે એક સામાજિક સંસ્થા પણ ચલાવે છે જેમાં ગરીબ બાળકો ને વિના મૂલ્યે શિક્ષણ પણ આપે છે અને એમની સ્કૂલ કોલેજ ફી પણ ભરેછે હમ્તા પાસ ઉત્તર ભારતના હિમાલયના પર્વતોમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યમાં પીર પાંજાલ પર્વતશ્રેણીમાં ૧૪૧૦૦ ફૂટ  (૪૨૭૦ મીટર) જેટલી ઉંચાઈ પર આવેલ એક પર્વતીય આરોહણ માર્ગ છે. આ બે પર્વત વચ્ચે આવેલ સાંકડી જગ્યા છે, જ્યાંથી પગપાળા અથવા ઘોડા કે યાક જેવા પ્રાણી પર સવાર થઈ લાહૌલ ખીણ થી કુલ્લૂ ખીણ વચ્ચે મુસાફરી કરી શકાય છે. અહીં નીચે સેથાન ગામ અને હમ્તા ગામ આવેલ છે, આથી તેનું નામ હમ્તા પાસ પડ્યું છે. 


હિમાચલ પ્રદેશમાં હમ્પતા પાસ ટ્રેક એક અદ્ભુત યાત્રા છે જે તમને શ્વાસ રોકી દેશે. આ ટ્રેક જંગલો, ઘાસના મેદાનો, ધોધ ,ખીણો અને ખીલેલા ફૂલો જેવા અદભુત લેન્ડસ્કેપ્સથી શણગારેલો છે. આ ટ્રેક હિમાચલ પ્રદેશના એક મનોહર ટાઉનશીપ મનાલીથી શરૂ થાય છે અને ઉજ્જડ પર્વતોથી લઈને લીલાછમ જંગલો સુધીના વિવિધ ભૂપ્રદેશોમાંથી પસાર થાય છે.જેમ જેમ તમે હમ્પતા પાસ પાર કરો છો, તેમ તેમ લેન્ડસ્કેપ નાટકીય રીતે બદલાય છે, જે સ્પીતિ ખીણના કઠોર ભૂપ્રદેશ અને અનંત વાદળી આકાશ અને બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે વસેલી લીલીછમ ખીણ વચ્ચેનો સ્પષ્ટ વિરોધાભાસ ઉજાગર કરે છે. પાસની બંને બાજુઓ વચ્ચેનો વિરોધાભાસ ફક્ત આશ્ચર્યજનક નથી; તે એક અજાયબી છે. શિખર માત્ર મિનિટોમાં જ ઉભરી રહેલા તફાવતની દુનિયાનો નાટકીય નજારો આપે છે.ટ્રેઇલ સાથેના કિનારાઓ સસ્પેન્સનું તત્વ ઉમેરે છે, જે એડ્રેનાલિન ધસારો શોધનારાઓ માટે આ ટ્રેકને આવશ્યક બનાવે છે. સાહસની ભાવના સ્પષ્ટ છે, જે દરેક પગલાને રોમાંચક અનુભવ બનાવે છે. તમને જે થોડા ફૂલો દેખાશે તેમાં હિમાલયન બ્લુ પોપી અને પિંક હિલ ગેરેનિયમનો સમાવેશ થાય છે, અને તમે સફરજનના બગીચાથી દેવદાર અને ઓકના ઝાડમાં બદલાતા જંગલને જોશો.હમ્પતા પાસ ટ્રેક ફક્ત એક યાત્રા નથી; તે એક રોમાંચક સાહસ છે જે તમને તમારી સીટની ધાર પર રાખશે.

Reporter: admin

Related Post