મુંબઈ : હાલ વરસાદી માહોલ દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. અને ગણેશ ઉત્સવની તૈયારીમાં લોકો લાગેલા છે.
મુંબઇમાં ગણેશોત્સવના ઉત્સાહ વચ્ચે વરસાદ ચાલુ થઇ ગયો છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ થઇ ગયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા મુંબઈ માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહી દરમિયાન મુંબઈ, થાણે માં આગામી ૪ દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પાડવાની શક્યતા છે . મુંબઈના અમુક વિસ્તરોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે જાહેર કર્યું છે .
મુંબઈમાં કોઈ ચોક્કસ જગ્યાએ વરસાદ પડે તેવી સંભાવના નથી પરંતુ છૂટો છવાયો વરસાદ કેટલાકે વિસ્તારોમાં જોવા મળશે અને કેલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. આ વખતનો મુંબઈનો વરસાદ છેલ્લા વર્ષ કરતા વધુ વરસાદ પડ્યો છે. આગામી ચાર દિવસ મુંબઈમાં યેલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. હાલ મુંબઈમાં ગણેશઉત્સવ વચ્ચે હળવો વરસાદ પડી રહ્યો છે .
Reporter: admin