કડી : ગુજરાતના લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની ગઈકાલે કડી ખાતે એક ડાયરાના કાર્યક્રમમાં તબિયત લથડી હતી. જેના બાદ તેમને અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.

કડીમાં ડાયરો શરૂ થાય તે પહેલાં છાતીમાં દુખાવો થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જોકે, મંગળવારે સવારે એક રાહત આપતો વીડિયો સામે આવ્યો છે. જેમાં માયાભાઈ આહીરે ચાહકોને સંદેશ આપ્યો છે કે, ‘હું એકદમ રેડી છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. માયાભાઈ આહીરની તબિયતમાં હાલ સુધારો છે તેવું તેમના પરિવારજનોનું કહેવું છે. સોમવારના રોજ મહેસાણાના ઝુલાસણમાં ડાયરાના કાર્યક્રમ પહેલા માયાભાઈ આહીરની તબિયત લથડી હતી.
ઝુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમને લઈ ડાયરાનું આયોજન કરાયું હતું. પરંતું ડાયરા પૂર્વે માયાભાઈ આહીરને છાતીમાં દુખાવો ઉપ઼્યો હતો. તબિયત ખરાબ હોવા છતાં ચાહકો માટે સ્ટેજ પર પહોંચ્યા હતા, પરંતુ ડાયરાની શરૂઆતમાં સ્તુતિ ગાયા બાદ તેમની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. જેના બાદ માયાભાઈ આહીરના સમાચાર મળતા જ તેમના ચાહકવર્ગમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
Reporter: admin