વડોદરા :જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનોમાં બે આયંબિલની ઓળી નુ ખૂબ મોટું મહત્વ જૈન શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે.
ચૈત્ર માસ અને આસો માસની ઓળીને શાશ્વતી ઓળી કહેવામાં આવી છે.આ અંગે અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિંમતભાઈ શાહે જણાવ્યું હતુંકે અમારા અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સંઘમાં આ શાશ્વતી ઓળી કરવામાં ખૂબ મોટો ઉત્સાહ લોકો માં છે આજે આચાર્ય પુર્ણ ચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજે ઉપાધ્યાય તપની આરાધના નું નવપદ ની ઓળીમાં શું મહત્વ છે તે સમજાવ્યું હતું.
અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આ શાશ્વતી આયંબિલની ઓળીનો સંપૂર્ણ લાભ શિલ્પાબેન દિલેશભાઈ મહેતા પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. બીજા ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે નાના બાળકોને પણ આવું આયંબિલ તપ કે જેમાં ફક્ત મોળું તથા બાફેલું ધાન જ ખાવાનું હોય છે જેમાં દૂધ -ચા, ફળો કે અન્ય કઈ લઈ શકાતું નથી તથા ૨૪ કલાકમાં ફક્ત એકવાર મોળું ભોજન લેવાનું હોય છે. નાના બાળકોને આવા તપ કરવાની આદત પડે એટલા માટે રવિવારે નાના બાળકો માટે સ્પેશિયલ સવારે 11:00 વાગે આ આયંબિલ નું ભોજન મોળું તથા ફક્ત બાફેલુ ભોજન કરાવવાનું સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.દરમિયાનમાં લીનાબેન શાહ તથા શિલ્પાબેન મહેતા એ આયંબિલની ઓળી સાથે જોડાયેલી મયણાસુંદરી તથા કોઢીયા શ્રીપાલરાજા ની વાત ટાંકી જો કોઈ વ્યક્તિ સંકલ્પ સાથે આ તપ માં જોડાય તો તેમની મનોકામના પૂર્ણ થાય છે એમ ભારપૂર્વક જણાવ્યું હતું.
Reporter: admin