વડોદરા: દેશના અનેક રાજ્યોમાંથી લોકો વસવાટ કરે છે. તેઓના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવે છે. ત્યારે વડોદરાના ઇસ્ટ વેસ્ટ કલ્ચરલ એસોસિએશન દ્વારા છેલ્લા 38 વસ્તી દુર્ગા અષ્ટમી નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે.
ગોત્રી સેવાસી રોડ ઉપર આવેલા સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે દુર્ગા અષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં બિહાર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળના લોકો આ દુર્ગાષ્ટમીમાં માતાની પૂજા અર્ચન આસ્થા સાથે આવે છે અને આરાધના કરે છે ખાસ કરીને બંગાળીયોમાં દુર્ગા પૂજનનું વિશેષ મહત્વ છે. તેઓ સંધિપૂજાનો લાવો લેવાનું ભૂલતા નથી. ત્યારે સમાપન વખતે સિંદૂર પૂજાનો લાવો લેવાનું પણ તેઓ ભૂલતા નથી. પારંપરિક નૃત્ય સાથે માંની આરાધના કરવામાં આવે છે. ઇસ્ટ વેસ્ટ કલ્ચરલ એસોસિએશન દ્વારા ભક્તો માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે.
દુર્ગાપૂજામાં ખાસ ખીચડીનો પ્રસાદ માતાજીને અર્પણ કરવામાં આવે છે. આસો નવરાત્રીના પાંચમા દિવસ દુર્ગા માતાની સ્થાપના કરવામાં આવે છે. ત્યાથી લઈને 9મી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ પૂજન અર્ચન દુર્ગા માતાનું કરવામાં આવે છે, જેમાં 11 ફૂટ મોટી માતાજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવે છે. સમાપન વિધિ વખતે લગ્નગ્રંથિ મહિલાઓ માતાજીને સિંદૂર લગાવી એકબીજાને સિંદૂર લગાવી સિંદૂર પૂજા અચૂક કરે છે. પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટેની આ પૂજા કરવામાં આવે છે. દુર્ગા પૂજાનો તહેવાર નજીક આવતાની સાથે યુવા પેઢી પરંપરાગત ડ્રેસિંગને પહેલા કરતા વધુ પસંદ કરતી જોવા મળી રહી છે. દુર્ગા પૂજા, જેને નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજની યુવા પેઢી આ શુભ અવસરને માત્ર અપનાવી રહી નથી, પણ પરંપરાગત પોશાક જેમ કે સાડી, કુર્તા-પાયજામા, ધોતી અને વંશીય વસ્ત્રોને પણ વળગી રહી છે.
Reporter: