News Portal...

Breaking News :

ભારતીય ક્રિકેટર અજય જાડેજાને જામનગરના રાજવી પરિવારે વારસદાર તરીકે જાહેર કર્યા

2024-10-12 14:38:28
ભારતીય ક્રિકેટર અજય જાડેજાને જામનગરના રાજવી પરિવારે વારસદાર તરીકે જાહેર કર્યા


જામનગર: જામનગરના રાજવી પરિવારે એક ઐતિહાસિક નિર્ણય લઈને પૂર્વ ભારતીય ક્રિકેટર અજયસિંહજી જાડેજાને તેમના વારસદાર તરીકેની જાહેરાત કરી છે. 


જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે શુક્રવારે તેમના વારસદારના નામની જાહેરાત કરી છે. ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 વનડે રમી ચૂકેલા 53 વર્ષીય અજયસિંહજી જાડેજા, નવાનગરના (જામનગર) રાજવી પરિવારના વંશજ છે.તેમના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “દશેરાનો દિવસ એ દિવસ માનવામાં આવે છે કે પાંડવોએ ૧૪ વર્ષ પોતાના અસ્તિત્વને છૂપાવી સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિજય મેળવ્યો હતો. 


આજે દશેરાના દિવસે મને પણ તેવોજ આનંદ થાય છે, કારણ કે મને એક મારી મુંજવણમાંથી ઉકેલ મળ્યો છે અને તેની સફળતા આપનાર અજય જાડેજા છે, જેણે મારા વારસદાર થવાનું સ્વીકાર્યું છે. અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે જામનગરની પ્રજા માટે ખરેખર વરદાનરૂપ છે.”

Reporter: admin

Related Post