News Portal...

Breaking News :

વડોદરા જિલ્લાના ઐતિહાસિક,ધાર્મિક સહિત હેરિટેજ સાઈટ ધરાવતા સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે: કલેકટરશ્રી બીજલ શાહ

2024-06-12 20:15:52
વડોદરા જિલ્લાના ઐતિહાસિક,ધાર્મિક સહિત હેરિટેજ સાઈટ ધરાવતા સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે: કલેકટરશ્રી બીજલ શાહ


યોગા ફોર વુમેન એમ્પાવરમેન્ટ”ની થીમ સાથે વિશ્વ યોગ દિવસની થશે ઉજવણી*

*વડોદરા કલેકટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીના આગોતરા આયોજન અર્થે  બેઠક યોજાઈ*

પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી "યોગ વિદ્યા"ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂનને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જુનના દિવસને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.


તદ્દનુસાર વર્ષ-૨૦૧૫થી પ્રતિ વર્ષ તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૨૧મી જુન ૨૦૨૪ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં તા.૨૧મી જૂનના રોજ વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર હોવાનું કલેકટર શ્રી બીજલ શાહે જણાવ્યું છે.વડોદરા કલેકટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આગોતરા આયોજન અર્થે કલેકટરશ્રી બીજલ શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.


કલેકટરશ્રી જણાવ્યું કે,યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા,જિલ્લા,તાલુકા, નગરપાલિકા,ગ્રામ્ય,વોર્ડ, શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ ખાતે યોગ દિવસના કાર્યક્રમોનું વ્યાપક આયોજન  કરવામાં આવનાર છે. આ ઉપરાંત જિલ્લાના આઇકોનિક,ધાર્મિક,હેરિટેજ સ્થળોએ પણ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ વર્ષની થીમ “યોગા ફોર વુમેન એમ્પાવરમેન્ટ” ને ધ્યાને લઈ મહિલાઓની વધુમાં વધુ યોગ શિબિરોમાં ભાગીદારી થાય તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા 

હિરપરા,નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ સહિત અમલીકરણ અધિકારીઓ,સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: News Plus

Related Post