વડોદરા : વિશ્વવિખ્યાત નાટ્યલેખક જ્યોર્જ બર્નાર્ડ શોને એક સભામાં કોઈકે પૂછ્યું કે તમે ઊંચા કે શેક્સપિયર? બર્નાર્ડ શોએ ઠાવકાઈથી જવાબ વાળ્યો કે હું ઊંચો. સભામાં સન્નાટો છવાઈ ગયો.

બર્નાર્ડ શોએ ખુલાસો કરતાં જણાવ્યું : "હું એટલા માટે ઊંચો છું કે હું શેક્સપિયરના ખભા પર બેઠો છું." આધુનિક ગુજરાતી રંગભૂમિ પણ એના પ્રતિભાવંત પૂર્વજોના ખમતીધર ખભા પર બેસીને ઊંચી દેખાઈ રહી છે.વિશ્વ રંગભૂમિ દિવસ એટલે નાટ્યકર્મીનો નાટ્યકર્મ માટેનો ઉત્સવ. વિશ્વ રંગ ભૂમિ દિવસ ની ઉજવણી ની શરૂઆત 1961 માં થઈ. ત્યારથી લઈને દર વર્ષે 27 માર્ચે નાટ્યકર્મી દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસે આખા વિશ્વ માં નાટ્યપ્રયોગ થાય છે.

નાટ્યવિભાગ, ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ, ધ મહારાજ સયાજીરાવ વિશ્વવિધ્યાલય દ્વારા દર વર્ષે મંચ પર્વ અને સેટર થિએટર ના નેજા હેઠળ નાટ્યપ્રયોગ નું આયોજન કરવામાં આવે છે, દર વર્ષ ની જેમ આ વર્ષે પણ 27મી માર્ચ 2025 ના રોજ પ્રોફેસર સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે નાટ્ય વિભાગ ફેકલ્ટી ઓફ ફોર્મિંગ આર્ટસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ના ઉપક્રમે વર્લ્ડ થિયેટર ડે નિમિત્તે આત્મકથા નામનું નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું. જેના લેખક છે મહેશ એલકુંચવાર, આ નાટક ની દિગ્દર્શિકા છે નમ્રતા ચૌહાણ. વર્લ્ડ થિયેટર ડે સમગ્ર વિશ્વમાં આ દિવસે જુદા જુદા નાટકોની પ્રસ્તુતિ કરીને શાંતિનો સંદેશ પાઠવવો એવી થીમ સાથે રજૂ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે જ્યારે વર્લ્ડ થિયેટર ડે નક્કી કરવામાં આવ્યો ત્યારે યુનેસ્કો ખાતે નિમાયેલ કમિટીમાં નાટ્ય વિભાગના સ્થાપક પ્રોફેસર ચંદ્રવદન ચીમનલાલ મહેતા નું અનેરુ સ્થાન હતું. આજના નાટક ‘આત્મકથા’ ના કેંદ્રવર્તી વિચાર માં સ્વાર્થ અને નિસ્વાર્થ ની વચ્ચેનો સંઘર્ષ નિરૂપવામાં આવ્યો છે.


Reporter: admin







